જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિના લોકોએ પહેરવો જોઇએ હાથમાં લાલ દોરો, હનુમાનજીની સીધી કૃપા થશે

ઘણીવાર આપણે લોકોને હાથમાં દોરો પહેરેલા જોયા હશે. કેટલાક લોકો શોખ તરીકે દોરો પહેરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં દોરો પહેરવા વિશે જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં દોરો પહેરવાથી ઘણા ફાયદા થાય છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોને દોરો પહેરવાથી નુકશાન પણ થઈ શકે છે. આજના સમયમાં, વ્યક્તિને શું અનુકૂળ આવે છે અને શું અનુકૂળ નથી એ વિચારીને જ જીવનમાં આગળ વધવું જોઈએ.

Image Source

એટલે જ જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જો તમારી રાશિ પ્રમાણે વસ્તુઓ પહેરવામાં આવે તો તમને ચોક્કસપણે ફાયદો થશે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. કારણ કે કોઈ પણ વસ્તુ પહેરવાના કે કરવાના નિયમ હોય છે. જો એ વસ્તુઓ નિયમો મુજબ કરવામાં આવે, તો જ આપણને ફાયદો થાય છે. પરંતુ જો આ કામો નિયમો અનુસાર ન કરવામાં આવે તો તે આપણને નુકસાન કરે છે. તેથી, કંઈપણ પહેરવા અથવા કરવા પહેલાં, વ્યક્તિએ તેના વિશે સારી રીતે જાણી લેવી જોઈએ.

Image Source

એવામાં આજે અમે તમને તે રાશિના જાતકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે જો તેઓ લાલ દોરો બાંધી લેશે તો તેમના જીવનમાં શુભ જ શુભ થવાનું શરુ થશે. લાલ દોરો ભગવાન હનુમાનનું પ્રતીક માનવામાં આવે છે અને લોકો હનુમાનજીને ચઢાવા તરીકે લાલ દોરો પણ અર્પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો તેમના કાંડા પર લાલ દોરો બાંધે છે, તેમના માટે લાલ દોરો ખૂબ જ શુભ હોય છે અને અમુક જ રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો શુભ સાબિત થાય છે.

Image Source

એવું કહેવામાં આવે છે કે કેટલીક રાશિ માટે, લાલ દોરો બાંધવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો તે રાશિના લોકો આ દોરો પહેરે છે, તો તેમનું નસીબ ચમકી શકે છે. તો આજે અમે તમને એ રાશિઓ વિશે જણાવી રહ્યા છીએ કે જે તેમના હાથમાં લાલ દોરો બાંધવો જોઈએ. કારણ કે આમ કરવાથી હનુમાનજીની કૃપા વરસી શકે છે અને તેમને લાભ થઈ શકે છે. લાલ દોરો બાંધવાથી જે લોકો સાચા પ્રેમની શોધમાં હશે તેમણે એ પણ મળી શકે છે. જે રાશિના જાતકોને હાથમાં લાલ દોરો બાંધવાથી ફાયદો થઈ શકે છે એ રાશિઓ છે – મેષ, મિથુન, વૃષભ, સિંહ અને કર્ક.

Image Source

આ રાશિના જાતકોને લાલ દોરો પહેરવાથી તેમની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તેમની અંદરની બધી જ નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે. જો આ રાશિના જાતકો લાલ દોરો બાંધી લે તો તેમણે સાચો પ્રેમ પણ મળી જાય છે. આ સિવાય આ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જેને કારણે તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની નથી થતી. જો આ રાશિના જાતકો પોતાના હાથમાં લાલ દોરો બાંધી લે તો તેમની કુંડલીના કેટલાક દોષો પણ દૂર થઈ જાય છે.

એટલે જ જો તમે લાલ દોરો પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો, જેનાથી તમને લાભ મળી શકે અને તમારા જીવનમાં પ્રગતિ થાય અને કોઈ પરેશાની ન આવે. આ સિવાય તમે ભગવાન હનુમાનની પૂજા-અર્ચના જરૂર કરો જેથી તેમની કૃપા તમારા પર સતત બની રહે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.