માતા લક્ષ્મીજીએ ઇન્દ્રને જણાવ્યું અમીરી-ગરીબીનું રહસ્ય, આવા ઘરોમાં નથી રહેતી લક્ષ્મી ક્લિક કરીને રહસ્યો વિશે એકવાર જરુરથી જાણો!

આપણે સૌ જાણીએ છીએ કે ધનની દેવી માતા લક્ષ્મીજી છે. જો તેમની કૃપા કોઇ વ્યક્તિ પર થાય તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો કોઇ વ્યક્તિથી નારાજ થઇ જાય તો તેના જીવનમાં આર્થિક સમસ્યાઓની ઉત્પન્ન થવા લાગે છે. આમ, તો દરેક વ્યક્તિ પર માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ દરેકને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થતો નથી.

ધનની દેવી માતા લક્ષ્મી જગતની પાલનહાર ભગવાન વિષ્ણુની પત્ની છે અને દરેક વ્યક્તિ તેની પૂજા કરે છે. જેનાથી તેમના જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. તથા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

દરેક વ્યક્તિ ધનવાન બનવા ઇચ્છે છે. પરંતુ આપણા સમાજમાં કોઇ અમીર તો કોઇ ગરીબ હોય છે. તેની પાછળનું કારણ શું છે? આ જ પ્રશ્ન ઇન્દ્રએ માતા લક્ષ્મીજીને કર્યો હતો. ઇન્દ્રએ માતા લક્ષ્મીજીની પાસે જઇને પુછ્યુ કે, તમારી પૂજા તો બધા કરે છે. તેમ છંતા કોઇ મનુષ્ય અમીર અને કોઇ ગરીબ છે આ વાતનો જવાબ કહેતા માતા લક્ષ્મીજીએ જવાબ આપ્યો. અમીરી અને ગરીબીનું રહસ્ય કહેતા લક્ષ્મીજી ઇન્દ્ર દેવને કઇ મહત્વપૂર્ણ જાણકારી આપી તેના વિશે જાણીએ.

-ધનની દેવી માતા લક્ષ્મીજીએ ઇન્દ્રને કહ્યુંસ જો વ્યક્તિ અમીર અને ગરીબ પોતાના કર્મો અનુસાર બને છે. જે વ્યક્તિ મારી પૂજા અર્ચના કરે છે, તેમનું માન સન્માન જાળવી રાખવું જોઇએ. જે વ્યક્તિ પોતાની પૂર્ણ શ્રદ્ધાથી માતાની આરાધના નથી કરતું તેને કોઇપણ પ્રકારનું ધન લાભ પ્રાપ્ત થતો નથી.

-માતા લક્ષ્મીજીએ કહ્યું કે જે ઘરમાં ક્લેશનું વાતાવરણ હોય છે તે ઘરમાં તે બિલકુલ જવુ પસંદ કરતી નથી. -વ્યક્તિ ઇચ્છે તો તેમની પૂજા કરે પરંતુ જે ઘરમાં શાંતિ નથી હોતી કે ઘરમાં હું વાસ કરતી નથી. -માતા લક્ષ્મીજીનું બીજુ રુપ અન્નપૂર્ણાનું પણ છે પરંતુ લોકો ગુસ્સામાં આવીને થાળી ફેંકી દે છે તેમની આદતોના કારણે ઘણા નુક્શાન ભોગવવું પડે છે. તેમના પરિવારમાં ધનની ઉણપ રહે છે અને પારિવારિક સુખને નુકશાન પહોંચે છે.

ઉપરોક્ત માતા લક્ષ્મીજીએ અમીર વ્યક્તિ અને ગરીબ વ્યક્તિનું રહસ્ય ભગવાન ઇન્દ્રને જણાવ્યું હતું. જે ઘરનું વાતાવરણ કંકાશ ભર્યુ હોય છે ત્યાં તેઓ પળવાર માટે પણ રોકોતા નથી. તેથી જો તમે ધનવાન થવા માંગો છો તો તમારા ઘરમાં સુખ-શાંતિને જાળવી રાખો અને ક્યારેય પણ વાદ-વિવાદ ન કરો કારણ કે આમ કરવાથી લક્ષ્મીજી નારાજ રહે છે. ઉપરાંત હંમેશા ઘરની મહિલાઓનું માન જાળવીને તેમને માન-સન્માન આપવું જોઇએ.

YC