ધાર્મિક-દુનિયા

જો તમને પણ છે આવી 10 આદતો તો માતા લક્ષ્મીને તમે ક્યારેય પ્રસન્ન નહિ કરી શકો, વાંચો અને સુધારો તમારી આદત

હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિ પર ધનની વર્ષા થતી હોય છે. માતા લક્ષ્મીના નામના જાપ કરવાથી જે તે વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ સિવાય પુરાણોમાં પણ આવા અનેક ઉપાય બતાવ્યા છે જેમાં તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની અનેક રીત જણાવામાં આવી છે. ઘણી વાર લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાને બદલે માતાને દુઃખ પહોંચાડી દેતા હોય છે.આમ થવાથી તે વ્યક્તિ પર માતા નિરાશ થઇ જાય છે. એટલું જ નહિ તમારી નાની નાની ભૂલોની સજા તમારા સંતાનો અને પરિવારને પણ ભોગવવી પડતી હોય છે. આજે અમે તમને એ આઠ આદતો જણાવીશું જે તમને માતા લક્ષ્મીથી દુર લઇ જાય છે અને તમને આર્થિક તકલીફ પડતી હોય છે. એટલે જો તમને પણ આવી આદત હોય તો આજે જ બદલી દો તે આદતને અને મેળવો દેવીની આશીર્વાદ.

Image Source

1.ડૂબતો સુરજ અને ચંદ્ર જોવો પણ અશુભ માનવામાં છે. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક તકલીફો આવે છે. જો તમે સૂર્યાસ્તના દર્શન કરો છો તો તમારી પડતી શરુ થશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઉતાર-ચઢાવ વાળું ભરેલું રહેશે.

Image Source

2.વાસ્તુશાસ્ત્રના અનુસાર કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી હંમેશા તે ઘરમાં નિવાસ કરે છે જ્યાં હંમેશા સાફ-સફાઈ રહે છે. માટે વ્યક્તિએ હંમેશા પોતાની આસ-પાસ અને પોતાની પણ સ્વચ્છતા રાખવી જોઈએ.

Image Source

3.સૂર્યોદય પછી ઉઠવું અને સૂર્યાસ્તના સમયે સૂવું ધનની દેવી લક્ષ્મીને અપ્રિય હોય છે. આ કામોને કરનારા લોકો પર દેવી-દેવતાની કૃપા ક્યારેય બનતી નથી.માટે આજથી જ આવી આદતોને છોડી દો.

Image Source

4.તમે ઘણીવાર લોકોને જોયા હશે ક્યારેક તેમના ઘરમાં કોઈપણ પૂજા હોય કે પછી મંદિરની સાફ સફાઈ કરવાની હોય તેઓ ભગવાનના ફોટો અને મૂર્તિઓને જમીન પર મૂકી દેતા હોય છે. આમ તો ધરતી પવિત્ર માનવામાં આવે છે આમ છતાં પણ ભગવાનના ફોટો અને તેમની મૂર્તિઓને ડાયરેક્ટ જમીન પર મુકવા જોઈએ નહિ. જો તમારે જમીન પર મુકવા જ છે તો પહેલા જમીન પર સ્વચ્છ કપડું પાથરો અને પછી તેના પર ભગવાનના ફોટો અને મૂર્તિઓ મુકો. તમારે પૂજાની સામગ્રીને પણ જમીન પર ના મુકતા કોઈ થાળી કે કપડા પર મુકવી જોઈએ.

Image Source

5.જે વ્યક્તિ બ્રાહ્મણ, સંતો અને ગરીબોની મદદ કરે છે તેઓના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.બ્રાહ્મણ અને શાસ્ત્રોનું અનાદર કરનારાઓને નરકમાં સ્થાન મળે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થઇ જાય છે.

Image Source

6.શાસ્ત્રોના અનુસાર કારણવગરનો વધારે પડતો ગુસ્સો કરવો પણ દેવી લક્ષ્મીને નારાજ કરી શકે છે.જે ઘરમાં ઝગડાનું વાતાવરણ બની રહે છે,ત્યાં લક્ષ્મીજી વાસ નથી કરતી. માટે કારણ વગરનો ગુસ્સો કરવાની આદતોને છોડી દો.

Image Source

7. ઘરમાં કે બહાર જ્યાં પણ કોઈ ઉમરલાયક વ્યક્તિ હોય તેમનું માન અને સન્માન જાળવવું જોઈએ. જે ઘરમાં મહિલાઓની નિંદા અને પીઠ પાછળ વાતો થતી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મી ધનની વર્ષા ક્યારેય નથી કરતા.

Image Source

8.જયારે પણ ક્યાંક બહારથી આવો તો પહેલા તમારા હાથ અને પગ ધોવાની આદત રાખો, આમ કરવાથી બહારથી તમારી સાથે આવેલ નેગેટીવ એનર્જી નષ્ટ થઇ જશે અને ખરાબ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહિ.

Image Source

9.ઘણા એવા યુવકો હોય છે જેમને અન્ય યુવતીઓને જોવી ગમતી હોય છે. પણ તમને જણાવી દઈએ કે આમ પર સ્ત્રી પર નજર રાખવી એ બહુ ખરાબ આદત છે. શાસ્ત્રોમાં આવા વ્યક્તિને રાક્ષસ ગણવામાં આવે છે અને તેમની પર ક્યારેય માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી.

Image Source

10.દિકરીઓ અને વહુઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે પણ જે ઘરમાં સ્ત્રી ઝઘડા કરાવતી હોય કે પછી અશાંતિ ફેલાવતી હોય એ ઘરમાં દરિદ્રતા વાસ કરે છે તેમને પૈસાની પણ તંગી થાય છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks