દિલધડક સ્ટોરી નારી વિશે લેખકની કલમે

આજના સમયમાં દરેક સ્ત્રીની વાત વ્યક્ત કરતી વાર્તા એટલે ‘લક્ષ્મી’, વાંચો લેખકની કલમે

ગાયનેકોલોજિસ્ટનું દવાખાનું હતું.
ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલ યુગલને ડોકટરે કહ્યું, “છોકરી.”
યુવાને કહ્યું, “કોઈ રસ્તો નથી?”
જવાબ મળ્યો, “ના, ગર્ભ મોટો થઇ ગયો છે. તમારી પત્નીના જીવને પણ જોખમ થઇ શકે છે.”
બંને ચાલ્યા ગયા.

થોડા મહિના પછી..
વેણ ઉપડ્યું, ડોક્ટરના કહેવા મુજબ જ બાળકીનો જન્મ થયો. મા અને દીકરી બંનેની તબિયત સારી થઇ ગઈ એટલે રજા આપી દેવાઈ.

૪-૫ દિવસ પછી એક ભિખારણને એક કચરાપેટી પાસેથી એક બાળકના રુદનનો અવાજ સંભળાયો. તેણે કચરાપેટી ફંફોળી ત્યાં તેને ત્યજી દેવાયેલી એક દીકરી મળી..

Image Source

તેને એ એક બાળક કરતા પોતાની આવકનું એક સાધન જ જણાયું. તેણે આ બાળકીને એક બીજી સ્ત્રીને એક વારના જમવાના બદલામાં વેચી દીધી.

બીજી સ્ત્રીએ પણ તે બાળકીને દૂધ તો પીવડાવ્યું પણ તે બાળકીને લઇને દરેક ચાર રસ્તે ભીખ માંગવાનો ધંધો કર્યો.. આમ પણ તેની પાસે બીજી કોઈ નાની બાળકી ન હતી.

કાળચક્ર ફરતું રહ્યું.

સાત વર્ષની વયે તે બાળકી પાસે ઘર કે ખાનદાન જેવું કાઈ જ નહતું.. ખાવા માટે ઉકરડો તો હતો જ… કૂતરા બિલાડા જેવું પણ મૂકી દે તે ખાઈ લેવાનું..

Image Source

એક રાત્રે તે ફૂટપાથ પર સૂતી હતી… એક રીક્ષા આવી.. અંદર ત્રણ ચાર બાંધેથી મજબૂત પુરુષો બેઠા હતા.. બીજી સવારે ફરી તે જ જગ્યાએ તેને રીક્ષામાંથી ફેંકી દેવામાં આવી… બે પગ વચ્ચેથી લોહી વહેતું રહ્યું.. જે થોડા દિવસ સુધી તેને ચાલવામાં તકલીફ કરતુ રહ્યું…

કાળચક્ર ફરતું રહ્યું.

અઠ્ઠાવીસ વર્ષની વયે તેણી રસ્તે રખડતા કોઈ પણ કામ કરી લેતી અને સાંજ પડે ખાવાનું મળી જાય તેની ઈચ્છા કરતી. એક વાર તે એક દુકાને ગઈ અને ખાવાનું માંગ્યું.. દુકાનદારે ખાવાનું તો આપ્યું પણ દુકાનમાં પ્રવેશ નહિ.. તેણી બહાર બેઠી હતી અને ખાતી હતી. ફરી એક કાર આવી અને ઉપાડીને લઇ ગઈ..
એક બંધ રૂમમાં ખબર નહિ તેની સાથે કેટલી વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ વખતે તેણીને ગર્ભ રહ્યો. તે પોતાના પેટ પર હાથ ફેરવીને લોકો પાસે ભીખ માંગતી રહી. પણ તેનું પેટ ભરાય તેટલું ખાવાનું ન મળ્યું…

આજે નવમો માસ બેઠો હતો તેને.. જો કે આ તો કોણ ગણતું હતું…ફરી એક વાર તેણી ભીખ માંગવા નીકળી પડી.. આજે ચાર રસ્તા પર એક મોંઘીદાટ કાર ઉભી હતી..તેના કાચ પર હાથ મારી ને તેણે માંગ્યું કે કાંઈક આપો…કાચ ખુલ્યો.. વ્યક્તિ એ કહ્યું કે આ રસ્તા પાર કરીને આગળ ઉભો છું ત્યાં આવ… જીવન માં બે વખત વાહન માં બેઠી ત્યારે તેની સાથે ન થવા જેવું જ થયું હતું…પણ આ વખતે ન જાણે કેમ તે માની ગઈ…
કાર માં બેઠેલ વ્યક્તિએ બહાર નીકળી ને પોતાની ઓળખાણ ડૉ.અદ્રશ્ય તરીકે આપી.ખબર તો શું પડે કે ડૉક્ટર એટલે શું??પણ તેણે કહ્યું કે હું લોકો નો ઈલાજ કરું છું. અને પેટ સામે જોયું.

પહેલી વખત તેને એક યુવાન ને જોઈ ને પોતાનું હોવાની લાગણી થઇ.પણ માણસ અને માણસાઈ શું હોય તે ખબર હોય તો તે ડૉક્ટર ના મન ને સમજી શકે ને.. ડૉક્ટર વિચારી રહ્યા હતા કે કદાચ તો આઠમો મહિનો ચાલી રહ્યો છે..પણ હાલ જોઈ ને લાગતું નથી કે કોઈ પણ દવા કે ‘વેક્સીન’ લીધું હોય.. પોતે એક એન.જી.ઓ. ના માલિક હતા જેમાં અનાથાશ્રમ, નિ:સહાય સ્ત્રીઓ અને વૃદ્ધાશ્રમ નો સમાવેશ થતો હતો. પોતાની સાથે આવવા કહ્યું, “ કાર માં બેસવા થી શું થશે એનો બે વખત નો અનુભવ તેને ના પાડી રહ્યો હતો..પણ છતાં મન ના કહેવા પ્રમાણે તેણી કાર માં બેઠી..
ચાલુ કાર માં વેણ ઉપડ્યું..માતા અને સંતાન ને બચાવવા માટે ડૉ.અદ્રશ્ય એ તાત્કાલિક પોતાની હોસ્પિટલ પહોંચાડી ને સિઝેરિયન કર્યું અને એક બાળકી નો જન્મ થયો.

Image Source

૨૯ વર્ષ ની વયે માતા બનેલી યુવતી માટે આ બાળકી ને જોઈ ને ખુશી અને દુઃખ બંને નો અનુભવ થયો. આ બાળકી નું ભવિષ્ય શું? પોતાનું જ કોઈ ઠેકાણું નથી ત્યાં આ નવા જીવ નું શું?

ડૉ.અદ્રશ્ય એ પોતાના એન.જી.ઓ. નું સરનામું આપી ને ત્યાં તેને રહેવા કહ્યું.નામ પૂછાતા તેણે કહ્યું મારું કોઈ નામ જ નથી. ડૉક્ટરે તેને લક્ષ્મી અને બાળકી ને સરસ્વતી નામ આપ્યું..

એક વાર લક્ષ્મી ડૉ. અદ્રશ્ય ના માતા-પિતા અને પત્ની ને મળી. ફરી પોતાનો હોવાનો અહેસાસ થયો. લક્ષ્મી ના આ ભાવ ને ડૉ. અદ્રશ્ય ની માતા કળી ગયા અને ડૉ.અદ્રશ્ય ને તેના ભૂતકાળ વિષે પૂછવા કહ્યું.લક્ષ્મી એ તે તમામ ચીજો કહી દીધી.જે તેની સાથે બની હતી.

થોડા સમય બાદ લક્ષ્મી બીમાર પડી. ડૉક્ટર અદ્રશ્ય ના ચેક અપ માં ખબર પડી કે તેને બોન-મેરો માં વાંધો છે. ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે. તેમણે ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો. પોતાના જ ડી.એન.એ. અને બોન મેરો સાથે લક્ષ્મીનો ડી.એન.એ. અને બોન મેરો મેચ થઇ જતા છવ્વીસ વર્ષ ના ડૉ. અદ્રશ્ય ઘા ખાઈ ગયા. પોતાના માતા પિતા સાથે વાત કરતા તેમને આ વિશાળ રહસ્ય ની ખબર પડી.

ડૉ. અદ્રશ્ય એ આ રહસ્ય ની સામે જવાબ આપતા કહ્યું, “ હું વિચારતો રહ્યો કે મારા લગ્ન ના ૩ વર્ષ પછી પણ હું તમને પૌત્ર-રત્ન કે પૌત્રી-રત્ન કેમ ન આપી શક્યો? પણ આ જ રહસ્ય છે મારા લો સ્પર્મ કાઉન્ટ નું.

લક્ષ્મી એ દીકરી હોવાને કારણે તમે એને ત્યજી દીધી.ખબર નહિ એ ક્યાં ક્યાં રહી..કેટલું તડપી??

કાગડા ની કમાણી ઈંડા ને નડે તે આનું નામ.”

જો કે આ આખી વાત ને લક્ષ્મી સાંભળી ગઈ.. તેણે ખરેખર લક્ષ્મી ની જેમ જ સરસ્વતી ને ડૉ. અદ્રશ્ય ના હાથ માં મૂકી દીધી.. ડૉ. અદ્રશ્ય ના માતા પિતા પાસે આંસુ સિવાય આ કાર્ય ને બિરદાવવા માટે કશું જ નહતું…બધું જ અદ્રશ્ય થઇ ગયું હતું.. ડૉ. અદ્રશ્ય એ પોતાના બોનમેરો લક્ષ્મી ને આપ્યા. અને તે સમય ની સાથે સાજી પણ થઇ ગઈ.
સાર: જરૂર છે ખરી???

લેખક: અદ્રશ્ય
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks