અયોધ્યા એટલે પાવન નગરી,ભગવાન શ્રી રામની જન્મ ભૂમિ. આ નગરી ખુબ જ પવિત્ર અને ધાર્મિક છે. તો સાથે સાથે આ નગરીમાં ઘણા ચમત્કારો પણ જોવા મળે છે. આજે અમે તમને અયોધ્યામાં આવેલા એવા જ એક ચમત્કારિક મંદિર વિશે જણાવીશું. જ્યાં તમે ઉભા રહી અને ખોટી કસમ ખાધી છે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે.

આ પ્રાચીન ઐતિહાસિક મંદિર આવેલું છે ધાર્મિક નગરી અયોધ્યાના સરયૂ તટના કિનારે. જ્યાં આજે પણ લોકો પોતાની ઈમાનદારી અને સચ્ચાઈની કસમો ખાય છે. આ પ્રાચીન મંદિરનું નામ છે શેષાવતાર લક્ષ્મણ મંદિર. જે આજે અયોધ્યામાં જ નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ એક મોટી આસ્થાનું કેન્દ્ર છે.

પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર સહસ્ત્રધારા ઘાટ સરયૂ તટના કિનારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ભાઈ લક્ષ્મણજી મહારાજે આ સ્થાન ઉપર વાસ્તવિક શેષનાગનું રૂપ બતાવ્યું હતું. તેના કારણે આ મંદિર પ્રાચીન શેષાવતાર લક્ષ્મણ મંદિરના રૂપમાં પ્રસિદ્ધ છે.

અયોધ્યાના લોકોનું માનવું છે કે આ પ્રાચીન મંદિરમાં ઉભા રહીને કોઈ જૂઠું બોલી નથી શકતું. જે વ્યકિત આ સ્થાન ઉપર હાજર રહીને ખોટી કસમ ખાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ વાતની પુષ્ટિ મંદિરના પૂજારી પણ કરે છે.

આ મંદિર વિશે એક દંતકથા પણ જોડાયેલી છે. જેમાં ભગવાન શ્રીરામ લંકા વિજય ઉપરાંત 10000 વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ પોતાની લીલાને સમાપ્ત કરીને પરત જવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસે કાળ સાથે પોતાના મહેલમાં વાત કરી રહ્યા હતા. શરત એ હતી કે, કાળ અને ભગવાન રામની વચ્ચે વાર્તા દરમિયાન કોઈ પણ વ્યક્તિ અયોધ્યામાં એ ઓરડાની અંદર નહિ આવે, જો આવશે તો દરવાજા પર જ તેનેમૃત્યુની સજા આપવામાં આવશે.

ભગવાન શ્રીરામે લક્ષ્મણને દરવાજા પર ઉભા કરી દીધા અને કહ્યું કે, “અંદર કોઈને આવવા ન દેવા.” પરંતુ જ્યારે દુર્વાસા ઋષિ ભગવાન રામને મળવા માટે આવ્યા ત્યારે લક્ષ્મણે તેમને રોકી દીધા હતા. જેથી નારાજ થઈને દુર્વાસા ઋષિએ અયોધ્યા નગરીને શ્રાપ આપ્યો. આ શ્રાપથી બચાવવા માટે લક્ષ્મણે જ્યારે એ ઓરડામાં પ્રવેશ કર્યો તો કાળ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. શ્રી રામના વચનનું પાલન કરીને લક્ષ્મણે ભગવાન રામના જતા પહેલા જ સરયૂમાં પોતાનો દેહ ત્યાગ કરી દીધો હતો. લક્ષ્મણ કિલા એ જ સ્થાન છે, જ્યાં સહસ્ત્રધારા સરયૂજીમાં વહે છે અને અહીં લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કરીને શેષનાગ અવતાર લીધો હતો.

પુન્ય સલિલા સરયૂ તટના કિનારે રહેલું આ પ્રાચીન મંદિર લોકોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. દર નાગપંચમીના દિવસે આ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂરથી લોકો ભાગ લેવા માટે આવે છે. ભગવાન શ્રી રામના અનુજ લક્ષ્મણને ભગવાન શેષનાગનો અવતાર માનીને આ મંદિરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરીને તેની સેવા પૂજા કરવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.