ખબર

અમરેલીમાં માછીમારને દરિયામાં લોટરી લાગી, સપનામાં વિચાર્યું ન હોય તેવી વસ્તુ હાથે લાગતા લાખોપતિ બન્યો

આપણે ત્યાં કહેવાય છે કે ભગવાન જયારે આપવા બેસે ત્યારે આપણે વિચાર્યું પણ ના હોય એવું આપણને આપી દે છે. આવી જ એક ઘટના વેરાવળના દરિયાકિનારે બનેલી જોવા મળી જેમાં એક માછીમારને એવી માછલી મળી કે તે રાતો રાત લખપતિ બની ગયો.

Image Source

જાફરાબાદ બંદરેથી માછીમારી કરવા ગયેલી એક બોટના માછીમારે સપનામાં પણ જે નહિ વિચાર્યું હોય તે તેની સાથે બની ગયું. દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરું નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલીની કિંમત લાખો રૂપિયામાં મળી શકે છે તેવું માનવામાં આવે છે, કારણ કે આ માછલીમાં કોડલીવાર ઓઈલનો મુખ્ય સ્ત્રોત રહેલો છે જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે, જેના કારણે આ માછલી ખુબ જ કિંમતી છે.

Image Source

માછીમાર દ્વારા પકડવામાં આવેલ આ મગરું માછલી એટલી વજનદાર હતી કે તેને કિનારા ઉપર લાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ માછલીને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા, આ વિશાળકાય મગરું માછલી જોઈને લોકો આશ્ચર્યમાં પણ પડી ગયા હતા. આ માછલીને બહાર કાઢી વેરાવળ બંદરેથી ફિશિંગ કંપનીમાં લઇ જવામાં આવી હતી.

Image Source

એવું માનવામાં આવે છે કે આ માછલી અરબી સમુદ્રમાં ભૂલી પડી ગઈ હશે અને જે કિસ્તમથી જાફરાબાદના આ માછીમાર કાનજી રામજીને મળી હતી જેના બાદ તેનું કિસ્મત રાતો રાત બદલાઈ ગયું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.