ફેમસ એક્ટ્રેસ અને તેના પરિવારની હત્યા મામલે સાવકા પિતાને સંભળાવવામાં આવી મોતની સજા- જાણો શું છે મામલો

એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારના હત્યારા સાવકા પિતાને સજા-એ-મૌત, ફાર્મ હાઉસમાં મળ્યા હતા કંકાલ

બોલિવૂડ એક્ટ્રેસ લૈલા ખાન મર્ડર કેસમાં ટ્રાયલ કોર્ટે તેના સાવકા પિતા પરવેઝને પણ મોતની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસમાં આટલું કડક વલણ અપનાવ્યું કારણ કે આ કેસમાં માત્ર લૈલા ખાન જ નહીં પરંતુ તેની માતા અને ભાઈ-બહેન સહિત તેના પરિવારના છ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પિતાની જરા સનકને કારણે એક આખો પરિવાર તબાહ થઇ ગયો. જો કે અહીં સવાલ એ ઊભો થાય છે કે 13 વર્ષ પહેલા એવું તો શું થયું હતુ કે જેના કારણે પરવેઝ પોતાના આખા પરિવારની જિંદગીનો તરસ્યો બની ગયો હતો.

આ છ હત્યાની અસલી મર્ડર મિસ્ટ્રી શું છે ? ચાલો જાણીએ. લૈલા, તેની માતા સેલિના અને ચાર ભાઈ-બહેનનો પરિવાર મહારાષ્ટ્રના ઈગતપુરીમાં તેમના બંગલામાં રહેતો હતો. તમામની ફેબ્રુઆરી 2011માં હત્યા કરવામાં આવી હતી. બાદમાં તમામ મૃતકોના મૃતદેહ ઇગતપુરીમાં સ્થિત લૈલા ખાનના પરિવારના ફાર્મ હાઉસમાંથી મળી આવ્યા હતા. તમામ મૃતદેહો સડેલી હાલતમાં મળ્યા હતા અને તેને ઓળખવું પણ મુશ્કેલ લાગતું હતું.

જો કે બાદમાં પોલીસે પરવેઝની ધરપકડ કરી અને આ હત્યાનો ભેદ ઉકલ્યો. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે પિતાને લાગ્યું કે સેલિના અને બાળકો તેની સાથે નોકરની જેમ વર્તે છે. માતા અને બાળકો દુબઈ શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા હતા. તેને ડર હતો કે દુબઈ જતા પહેલા તેઓ તેને ભારતમાં છોડી દેશે. પોલીસના જણાવ્યા મુજબ, જમ્મુ અને કાશ્મીર પોલીસે એક ગુનાહિત ઘટનામાં પરવેઝની ધરપકડ પણ કરી હતી. પત્ની અને બાળકો પ્રત્યે નફરતની આગ તેના મનમાં લાંબા સમય સુધી સળગી રહી હતી.

જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે પારિવારિક સંપત્તિના વિવાદ બાદ પત્ની સેલિનાની હત્યા કરી નાખી. આ પછી તેણે લૈલા અને તેના ચાર ભાઈ-બહેનોની પણ હત્યા કરી સ્થળ પરથી ભાગી ગયો. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે લૈલા પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. ત્યાં તેણે બધાની હત્યા કરી અને મૃતદેહોને દફનાવી દીધા. 9 ફેબ્રુઆરી 2011ના રોજ ખાનની માતાએ તેની બહેન અલ્બાના પટેલ સાથે વાત કરી અને જણાવ્યું કે તે તેના ત્રીજા પતિ પરવેઝ ઈકબાલ ટાક સાથે છે.

જે બાદ પરિવાર કોઈપણ માહિતી વગર ગાયબ થઈ ગયો હતો. તે પછી, લૈલાના પિતા નાદિર શાહ પટેલ (સેલિનાના પહેલા પતિ)એ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેની પુત્રી તેના પરિવારના અન્ય સભ્યો સાથે ગુમ થઈ ગઈ છે. આવી જ ફરિયાદ બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર રાકેશ સાવંતે પણ નોંધાવી હતી. જે લૈલા સાથે તેની બીજી ફિલ્મ જિન્નતનું શૂટિંગ કરી રહ્યો હતો.

Shah Jina