અજબગજબ

પિતાએ દીકરીની કંકોત્રીમાં લખાવ્યા એ ત્રણ શબ્દો, પિતાના ચારે બાજુ થયા વખાણ – જો આવું દરેક પિતા લખાવે દુનિયા જ બદલી જાય

દીકરીના લગ્નમાં પિતાજીએ લગ્નના કાર્ડ પર એવું લખાવ્યું કે વાંચીને બધા ચોંકી ઉઠ્યા, જાણો એવું તો શું લખાવ્યું

સામાન્ય રીતે લગ્નના કાર્ડ એકદમ સિમ્પલ હોય છે અને તેમાં લોકો વરરાજો-વહુના પરિચયની સાથે-સાથે વ્યક્તિગત જાણકારીઓ લખે છે. પણ હાલમાં જ યુપીના કન્નૌજ જિલ્લામાં એક એવું લગ્નનું કાર્ડ છપાયું છે જેમાં કંઈક એવું લખેલું છે જે ચર્ચાનો વિષય બન્યું છે,અને લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે. શહેરમા પિતાની આવી પહેલની ખુબ ચર્ચા છે અને લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

Image Source

કાર્ડમાં લગ્ન સંબંધિત જાણકારીઓની સાથે-સાથે એક સામાજિક સંદેશ પણ લખવામાં આવ્યો છે, જે આજના સમયમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. આજના સમયમાં દરેક કોઈ પોતાના લગ્નને એક યાદગાર ક્ષણ બનાવવા માગે છે. દરેક વ્યક્તિ નવા નવા સ્ટાઇલના કપડા પહેરે છે. આકાશમાં એકબીજાને જયમાળા પહેરાવવવી, વરરાજાનું હેલીકોપ્ટરથી આવવું આ બધી બાબતો જાણે કે સામાન્ય બની ગઈ છે.

Image Source

કન્નૌજના આલાગ્રામના આ ખેડૂત પિતા અવધેશ ચંદ્રએ દીકરીના લગ્નના કાર્ડમાં લખાવ્યું છે કે,”દારૂ પીવાની સખ્ત મનાઈ છે”. તેના આવા નિર્ણયના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેનાથી દારૂ પર અંકુશ લાગી શકાશે.

આ કાર્ડ દ્વારા સમાજમાં લોકોને જાગરૂક કરવામાં આવ્યા છે.દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, માટે આ ખેડૂત પિતાએ નશામુક્ત માટે પગલું ઉઠાવ્યું છે. અવધેશનું કહેવું છે કે નશામાં લોકો લગ્ન સમારોહમાં પોતાની મર્યાદા ભૂલી જાતા હોય છે, અને રંગમાં ભંગ નાખે છે. માટે આવકારીક મહેમાનોને લગ્નનમાં દારૂ ન પીવાની જાહેરાત કરી છે.

Image Source

એવામાં દરેક લોકો અવઘેશચંદ્રના ખુબ વખાણ કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે જો આવું અન્ય લોકો પણ કરવા લાગે તો નશા પર રોક લાવી શકાય છે. જ્યારે પોતે જ લોકો લગ્નમાં દારૂ અને અન્ય નશીલી વસ્તુઓની વ્યવસ્થા કરતા હોય છે. મોટાભાગે લગ્ન સમારોહમાં કોકટેલ પાર્ટી અને અલગ અલગ નશીલા પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવે છે, એવામાં દારૂના સેવનને પણ એક ચઢાવ મળે છે. એવામાં અવધેશે લગ્નના કાર્ડમાં દારૂ ન પીવાની ચેતવણી લખીને એક અલગ જ પગલું ભરવાની કોશિશ કરી છે.