નથી રહ્યા ‘લગાન’ ફિલ્મના દિગ્ગજ અભિનેતા, ફેફસાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા એક્ટર, જુઓ ફોટા
બોલિવુડ ફિલ્મોમાં પોતાની અદાકારીથી લોકોનું દિલ જીતનાર એક્ટર જાવેદ ખાન અમરોહી હવે આપણી વચ્ચે નથી રહ્યા. 70 વર્ષિય જાવેદ ખાન અમરોહીએ 14 ફેબ્રુઆરીએ સવારે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને 14 ફેબ્રુઆરીએ સાંજે ઓશિવારા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. જાવેદ ખાન લગાન, વન્સ અપોન એ ટાઇમ, અંદાઝ અપના અપના અને ચક દે ઇન્ડિયા જેવી ફિલ્મો માટે જાણિતા છે.
જાવેદ ખાનને છેલ્લે 2020માં જોવામાં આવ્યા હતા. સડક 2 ફિલ્મમાં તેમણે પાક્યાનો રોલ પ્લે કર્યો હતો, ફિલ્મમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર પણ લીડ રોલમાં હતો. આ ઉપરાંત જાવેદ ખાનને કેટલાક ટીવી શોમાં પણ દેખવામાં આવ્યા હતા. સાથે જ જાવેદ ઇપ્ટા (ઇંડિયન પીપલ્સ થિએટર્સ એસોસિએશન)ના સક્રિય સભ્ય પણ હતા.
જાવેદ ખાન લાંબા સમયથી શ્વાસની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનની ખબર ચંદ્રકાંતા એક્ટર અખિલેંદ્ર મિશ્રાએ તેમના ફેસબુક હેન્ડલ પર આપી હતી. જાવેદ ખાન ટીવી અને સિનેમા જગતનો જાણિતો ચહેરો હતા. ટીવી જગતની વાત કરીએ તો, તેમણે મિર્ઝા ગાલિબમાં ખૂબ જ સારુ કામ કર્યુ હતુ. આ ઉપરાંત તે ઇંસ્ટીટયૂટ ઓફ મીડિયા આર્ટ્સમાં એક ફેકલ્ટી પણ રહ્યા છે.
તેમણે લગભગ 150 જેટલી હિંદી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેઓ તેમની કોમેડી માટે જાણિતા હતા. તેમણે ફિર હેરા ફેરી ફિલ્મમાં કોન્સ્ટેબલનું પાત્ર નિભાવ્યુ હતુ, જેને ચાહકોએ ઘણુ પસંદ કર્યુ હતુ. તેમણે તેમના કરિયરમાં ખૂબ જ સારા સપોર્ટિંગ રોલ અને કેમિયો કર્યા છે.