ખબર

કમ્મરમાં એક હાથે ઊંચકેલું બાળક અને બીજા હાથમાં વજનદાર સૂટકેસ સાથે કાપ્યું હજાર કિલોમીટરનું અંતર, તસવીરો ભાવુક કરી દેશે

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું, પહેલું બીજું અને હવે ત્રીજું લોકડાઉન શરૂ છે, 40 કરતા પણ વધારે દિવસો વીતી ગયા છે, અને આ લોકડાઉનમાં ઘણા લોકો ફસાઈ ગયા છે. એક શહેરથી બીજા શહેરમાં કે એક રાજ્યથી બીજા  નોકરી અને મજૂરી કરવા આવેલા સેંકડો લોકો ફસાયા છે. ઘણા લોકોએ ચાલીને જ પોતાના વતન જવા માટેનો વિચાર કરી લીધો કારણ કે હવે ખાવા માટે પણ રોટલો તેમને નહોતો મળતો એટલે બધાને વતનની યાદ આવી, અને ચાલી નીકળ્યા.

Image Source

એવી જ એક મહિલા જે હજાર કિલોમીટરનું અંતર પોતાના નવ માસના બાળકને ઊંચકીને સાથે ભારેખમ સૂટકેસ હાથમાં લઈને કાપવા માટે નીકળી ગઈ. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા પોતાના 9 માસના બાળક અને સૂટકેસ સાથે દેખાઈ રહી છે. આ વિડીયો ઇન્દોરમાં લેવામાં આવ્યો હતો.

Image Source

આ મહિલા ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર સુરતથી પોતાના વતનનું હજાર કિલોમીટરનું અંતર કાપીને ચાલીને જવા માટે નીકળી હતી. તેની પાસે ના તો પૈસા હતા, ના બાળક માટે દૂધની વ્યવસ્થા, છતાં પણ મન મક્કમ કરીને ચાલતા તે રોડ ઉપર નીકળી ગઈ.

Image Source

ઇન્દોરની અંદર એક સમુદાય દ્વારા રાહદારીઓને પાણી પીવડાવવાનું કામ કરી રહ્યા હતા ત્યાં આ મહિલા જોવા મળી, જેમાં ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ કહ્યું: “થોડા દિવસ પહેલા લગભગ 3 વાગે અમે પાસેથી પસાર થઇ રહેલા મજૂરોને પાણી પીવડાવી રહ્યા હતા. ત્યારે મેં મહિલાને સૂટકેસ અને હાથમાં એક માસુમ બાળક સાથે ચાલતા જોઈ, તે પોતાના બાળક સાથે કાળઝાળ ગરમીમાં ચાલી રહી હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલા સુરાથી આવી હતી અને પોતાના વતન પ્રયાગરાજ જવા માંગતી હતી. હજાર કિલોમીટરનું અંતર કાપીને તે ઇન્દોર સુધી પહોંચી હતી. તે મહિલાનું નામ મધુ છે અને તેના પતિનું નામ દિનેશ છે. પછી તેને ત્યાંથી પોલીસની મદદ દ્વારા કાનપુર મોકલવામાં આવી.
જુઓ વિડીયો :

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.