દિલધડક સ્ટોરી નારી વિશે

બાળકોનું પેટ ભરવા માટે આ માતા છેલ્લા 15 વર્ષથી હાઇવે ઉપર ચલાવી રહી છે ટ્રક, વાંચો એક માતાની પ્રેરણાદાયી વાર્તા

આજે આપણે શહેરના રસ્તાઓ ઉપર મહિલાને કાર ચાલવતા જોઈ હશે ત્યારે જમાનો આધુનિકતા તરફ વળ્યો હોવાનો અનુભવ થાય છે. વળી આજે તો પ્લેન અને હવે તો ટ્રેન પણ મહિલાઓ ચલાવવા લાગી છે, પરંતુ હજુ કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં મહિલાઓ પહોંચી શકી નથી,  હાઇવે પર ટ્રક હોય કે ગામડામાં ટ્રેકટર ચલાવવા સુધી હજુ મહિલાઓ નથી પહોંચી શકી, એને સમાજનું બંધન કહો કે આપણી માનસિકતા, પરંતુ અમે આજે એક એવી મહિલાની વાત કરવાના છીએ જેને પોતાના બાળકોનું ભારણ પોષણ કરવા અને તેમનું પેટ ભરવા માટે સમાજના બધા જ બંધનો તોડી અને હાઇવે ઉપર ટ્રક ચલાવી રહી છે અને એ પણ છેલ્લા 15 વર્ષથી.

Image Source

અમે વાત કરીએ છીએ ભોપાલમાં રહેતી યોગિતા રઘુવંશીની જે બે બાળકોની માતા છે અને આજે એ સિંગલ મધર છે, એકલા હાથે બાળકોનું ભરણ પોષણ કરે છે અને એ પણ ટ્રક ચલાવીને. તે ઘણીવાર પોતના પ્રવાસ દરમિયાન કોઈ ઢાબા ઉપર જમે છે તો ઘણીવાર રોડના કિનારા ઉપર ટ્રક ઉભી રાખી અને જાતે જ ખાવાનું બનાવે છે. ખાસ વાત એ છે કે તે આ બધા જ કામ એકલા હાથે જ કરે છે.

Image Source

એવું પણ નથી કે યોગિત ભણેલી નથી,મ આજે તેની ઉંમર 49 વર્ષની છે અને તેની પાસે કોમર્સ અને વકીલાતની ડિગ્રી પણ છે. તેની પાસે બ્યુટિશિયનનું ષ્ર્ટિફિકેટ પણ છે છતાં પણ સારી કમાઈ માટે તેને ડ્રાઇવિંગનો રસ્તો જ અપનાવ્યો અને આજે તે ટ્રક ચલાવી રહી છે. છેલ્લા 15 વર્ષથી તે ટ્રક લઈને ભારતના અડધા કરતા પણ વધારે રાજ્યોમાં ફરી ચુકી છે જેના કારણે તે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી મરાઠી અને તેલુગુ જેવી ઘણી ભાષાઓની પણ જાણકાર છે.

Image Source

યોગિતાનું જીવન પણ ઘણું જ ચઢાવ ઉતાર વાળું રહ્યું છે. વર્ષ 2003માં તેના પતિ રાજ બહાદુરનું એક સડક દુઘટના દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું અને તેમન અંતિમ સઁસ્કાર કરવા જતી વખતે જ તેના ભાઈનું પણ આકસ્મિક મૃત્યુ થયું હતું જેના કારણે તેના જીવનમાં ઘણા જ સંઘર્ષોનો સામનો કરવો પડ્યો અને તેને પોતાના જીવનમાં ટ્રક ડ્રાઈવર બની પોતાની મુશ્કેલીઓનો અંત લાવવાનું નક્કી કર્યું.

Image Source

યોગિતા કહે છે કે ડ્રાઇવિંગ કરવું પણ સરળ નથી, તમારી સહેજ નજર ચૂક મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે, સાથે એક મહિલા હોવાના કારણે બીજું પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. તેને જીવનમાં ક્યારેય ના ડર લાગ્યો છે ના ખાતરનો અનુભવ થયો છે. બીજા ડ્રાઈવર પણ તેને તેના કામમાં પૂરતો સહયોગ અને સન્માન આપે છે. સાથે જ જયારે તે કોઈ ઢાબા ઉપર જમવા માટે રોકાય છે ત્યારે ત્યાં તેનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.