ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

જાણો કર્ણાટકની લેડી સિંઘમ આઇપીએસ ઓફિસર ડી રૂપા વિશે, જે કોઈનાથી નથી ડરતી!!

આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થાને લઈને રોજ-રોજ નવા સવાલો ઉભા થાય છે. જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે કેટલાક અધિકારીઓ એવા છે કે જે ફક્ત દેશની સેવા કરવામાં જ માને છે અને પોલીસની ખરાબ થતી છબીને બચાવીને રાખી છે. ત્યારે આવા જ અધિકારીઓમાં એક છે કર્ણાટકની જબરદસ્ત આઇપીએસ ઓફિસર ડી રૂપા, જે ફિલ્ડ જ નહિ પણ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે.

લેડી સિંઘમ તરીકે જાણીતા આ આઇપીએસ ઓફિસર ડી રૂપા હાલ કર્ણાટક પોલીસમાં ઇન્સ્પેક્ટર જનરલ એટલે આઇજી તરીકે નિયુક્ત છે. હાલ તેમના હાથમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સની કમાન છે. આ પહેલા તેઓ ડીઆઈજી (જેલ)ના પદ પર નિયુક્ત હતા. ત્યારે તેઓ પોતાના કામ માટે ખૂબ જ ચર્ચાઓમાં રહેતા હતા. તેઓ ક્યારેય પણ સિસ્ટમથી ડર્યા નથી અને વીઆઈપી ક્લચર વિરુદ્ધનું કામ કરવા માટે જાણીતા છે.

Image Source

આ એ જ પોલીસ અધિકારી છે કે જેને જયલલિતાની કરીબી અને ભ્રષ્ટાચાર માટે કર્ણાટકની જેલમાં બંધ તમિલનાડુની એઆઈએડીએમકે નેતા શશિકલાને જેલમાં મળનાર વીઆઈપી સુવિધાઓનો ભાંડો ફોડ્યો હતો. આ એ જ પોલીસ અધિકારી છે જેને એ સમયના મુખ્યમંત્રી ઉમા ભારતીની ધરપકડ કરી હતી, જેને વીઆઈપી ક્લચર સામે વાંધો ઉઠાવીને વીઆઈપી લોકોની સેવામાં રોકેલા પોલીસકર્મીઓને હટાવી લીધા હતા.

પહોંચ્યા હતા તત્કાલીન મુખ્યમંત્રીની ધરપકડ કરવા …

ડી રૂપા વર્ષ 2004માં ઉમા ભારતીની ધરપકડ કરવા પહોંચ્યા હતા, ત્યારે ડી રૂપા કર્ણાટકના ધારવાડ જિલ્લાની પોલીસ અધિક્ષક હતી. હકીકતે જયારે વર્ષ 2003માં ચૂંટણીમાં ઉમા ભારતી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિરુદ્ધ જુના કેસમાં બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ જારી થયું હતું. આ કેસ કર્ણાટકના હુબલીથી જોડાયેલો હતો. જ્યા 15 ઓગસ્ટ 1994એ ઇદગાહ પર તિરંગો ફરકાવવાનાં મામલે તેમના વિરુદ્ધ વોરંટ જારી થયું હતું. આરોપ હતો કે આ પહેલથી સાંપ્રદાયિક એકતા ખતરામાં પડી હતી. વોરંટ જારી થયા પછી ઉમા ભારતીએ ખુરશી છોડવી પડી હતી. પછી ઉમા ભારતીએ કોર્ટમાં હાજરી પણ આપવી પડી હતી.

Image Source

DGP પર લગાવ્યા હતા ગંભીર આરોપ

ડી રૂપાએ તેમના સિનિયર DGP કે સત્યનારાયણ રાવ પર પણ આરોપ લગાવ્યા હતા કે એ તેમના કામમાં બાધા નાખી રહયા છે. તેઓએ ખુલાસો કર્યો હતો કે જયારે તેઓ જેલમાં ગયા હતા જ્યા શશિકલાને રાખવામાં આવ્યા છે, એ જોઈને તેઓ ચોંકી ઉઠ્યાં હતા. શશિકલાને જેલની બેરેક સાથે લાગેલું એક રસોડું આપવામાં આવ્યું હતું, જેમાં તેને ખાસ ભોજન આપવામાં આવતું હતું.

જેલ પ્રશાસનની પોલ ખોલી

શશિકલાએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી હતી. જો કે એ પછી ભ્રષ્ટાચારના કેસમાં જેલ જવું પડ્યું હતું. ડી રૂપા એ સમયે ડીઆઈજી જેલના પદ પર નિયુક્ત હતા, ત્યારે તેમણે શશિકલાને જેલમાં વીઆઈપી સુવિધા મળવાના ખુલાસાઓ કર્યા હતા. ડી રૂપાએ કહ્યું હતું કે આ રસોડું બનાવવા માટે જેલ પ્રશાસનને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય ત્યાં કેટલીક ગેરકાનૂની પ્રવૃતિઓ પણ થતી હતી. એ પછી 25 કેદીઓના ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જેમાંથી 18નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હતું. આ સિવાય પણ બીજા ઘણા આરોપો ડી રૂપાએ જેલ પ્રશાસન પર લગાવ્યા હતા, જેના બદલે રૂપાને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી.

Image Source

તેમના સંપૂર્ણ સેવાકાળમાં અત્યાર સુધીમાં તેમને લગભગ 40 અલગ-અલગ પદો પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. શશિકલાને વીઆઈપી સુવિધાઓ મળવા બાબતે કરવામાં આવેલા ખુલાસાઓ માટે શશિકલાના વકીલ તરફથી માનહાનિની નોટિસ પણ મળી છે. આટલા બધા ઉતાર ચઢાવ છતાં રૂપા પર આ વાતની કોઈ અસર જોવા મળતી નથી.

જયારે તેઓ બેંગ્લોરમાં ડીસીપી તરીકે નિયુક્ત હતા ત્યારે તેમને પોલીસકર્મીઓને VVIP લોકોની સેવામાંથી હટાવી લીધા હતા. સાથે જ તેમને મુખ્યમંત્રીના કાફલામાંથી ગેરસરકારી રીતે સામેલ થનારી પોલીસની ગાડીઓને પણ હટાવી દીધી હતી.

એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું કે તેમના પતિ તેમની તાકાત બનીને તેમની સાથે ઉભા રહે છે. ‘જીવનના તમારા પડાવો પર મારા પતિ મારી ઉર્જાનો સ્ત્રોત રહયા છે. તેઓએ દરેક પરિસ્થિતીમાં મારો સાથ આપ્યો છે. આજે હું જે મુકામ પર છું, મારા પતિ વિના એ મુકામ પર પહોંચવું અસંભવ હતું.’

Image Source

ડી રૂપા વર્ષ 2000ના બેચની આઇપીએસ અધિકારી છે. રૂપા હંમેશા ભણવામાં હોશિયાર જ રહયા છે. કર્ણાટકના દાવનગેરે શહેરમાં બાળપણ વીત્યું. તેમને એમએ પછી નેટની પરીક્ષા પાસ કરી, સાથે સાથે આઈપીએસની તૈયારી પણ કરી હતી. તેમને યુપીએસસીમાં 43મોં નંબર મેળવ્યો હતો. તેઓ એક તાલીમબદ્ધ ભરતનાટ્યમ ડાન્સર છે. ભારતીય સંગીતમાં પણ તેમને તાલીમ લીધી છે. આ સિવાય તેઓ શાર્પ શૂટ પણ રહયા છે અને ટ્રેનિંગ દરમ્યાન ઘણા એવોર્ડ જીત્યા છે. તેમના પતિ મુનીશ એક આઈએએસ અધિકારી છે અને તેમને બે બાળકો પણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks