ફિલ્મના ડાયલોગ ઉપર યુનિફોર્મમાં રીલ બનાવી રહી હતી આ મહિલા પોલીસકર્મી, અગાઉ પણ આપી હતી ચેતવણી, છતાં પણ વીડિયો બનવતા જ લીધું મોટું એક્શન

આજે સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફેમસ થવા માટે અવનવા કામ કરતા હોય છે. ઘણીવાર સરકારી કર્મચારીઓ પણ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને ફેમસ થવા માંગતા હોય છે, પોલીસકર્મીઓના પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવી જ મહિલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થતા જ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઈન્સ્ટાગ્રામ પર વધુ એક મહિલા પોલીસકર્મીનો રીલ બનાવતો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે SSPએ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધી છે. શાલિની મલિક નામની આ પોલીસકર્મી મુરાદાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. થોડા દિવસો પહેલા મુરાદાબાદની અન્ય એક મહિલા પોલીસકર્મીનો રીલ વીડિયો વાયરલ થયો હતો.

હવે શાલિની મલિકે ‘માથા ગરમ હૈ સુબહ સે મેરા’ ગીત પર યુનિફોર્મમાં રીલ બનાવી છે. આ રીલ વાયરલ થયાના એક દિવસ પહેલા મુરાદાબાદના એસએસપીએ મહિલા પોલીસકર્મીઓ સાથે મીટીંગ પણ કરી હતી, જેમાં તેઓએ કડક સૂચના આપી હતી કે કોઈ પણ યુનિફોર્મનો પ્રોટોકોલ તોડે નહીં અને જો તે આવું કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

યુનિફોર્મમાં મહિલા પોલીસકર્મીઓના ફિલ્મી ગીતોના વીડિયો સોશિયલ મીડિયા પર સતત સામે આવી રહ્યા છે. મુરાદાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલી શાલિની મલિકનો વીડિયો પણ વાયરલ થયો છે, જેના કારણે SSP હેમંત કુટિયાલે તેને સસ્પેન્ડ કરી દીધો છે. આ પહેલા મુરાદાબાદની એક મહિલા પોલીસકર્મીનો રીલ વીડિયો વાયરલ થયો હતો.

Niraj Patel