ખબર

વિધર્મી યુવક જોડે લગ્ન કરનાર 23 વર્ષની બ્રાહ્મણ યુવતીના પિતાએ દુનિયાને કહ્યું અલવિદા- જાણો વિગત

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને યુવકે ફસાવીને ધર્મપરિવર્તન કરીને નિકાહ કરી લીધા હતા. બાદમાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે વડોદરાના સાંસદથી લઈને અનેક રાજકીય લોકોએ આ યુવતીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો વિધર્મી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા બાદ યુવતીના પિતા ભાંગી પડયા હતા. આ બાદ આ યુવતીના પિતાએ ખાવા-પીવાનું છોડી દીધું હતું. જેને લઈને તબિયત ખરાબ થવા લાગી હતી. પરિવારની સમજાવટ બાદ આ મામલો થાળે પડયો હતો.

Image source

રવિવારે રાતે આ યુવતી ઘરે પરત ફરે તે પહેલા જ પિતાનું મોત નિપજતા ગમગીની ફેલાઈ ગઈ હતી. યુવતીના પિતા પથારીવશ હોવા છતાં દીકરીને ઘર પરત લઈને જ ઝંપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દીકરી વિધર્મી યુવક સાથે ભાગી જતા પિતા ખુબ જ દુઃખી હતા. ધર્મપરિવર્તન કરનાર યુવતીને રવિવારે તેના પિતાનું નિધન થયાની જાણ થતા જ પિતાના ઘરે પરત ફરી હતી અને પિતાના મૃતદેહ પાસે આક્રંદ કરતી નજરે ચડી હતી. આ યુવતી આખી રાત પિતાના દેહ પાસે બેસીને રડી હતી. આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, યુવતીના આ પગલાંને કારણે પિતાને આઘાત લાગતા મોત થયું છે.

આ યુવતીએ ૨૩ વર્ષિય અયાઝ અઝીમમીયા શેખ સાથે નિકાહ પઢીને આઈરાહ નામ ધારણ કર્યું હતું. આ બાદ પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લાવી હતી. પુત્રીના પગલાંથી આઘાત પામેલા પિતા પોલીસ સ્ટેશનમાં જ ફસડાઈ ગયા હતા. પોલીસે પુછપરછ કરીને બંનેને પોત-પોતાના ઘરે જવા દીધા હતા. આ બાદ યુવતીના પિતાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. દીકરીએ પિતાને કહ્યું હતું કે તે ઘર પરત ફરી જશે તમે જમવાનું ચાલુ કરી દો આ બાદ પણ પિતાને કોળિયો ગળે ઉતરતો ના હતો. આખરે દીકરીના આઘાતમાં પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.