દિલધડક સ્ટોરી નારી વિશે મનોરંજન

આવી રહી છે ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ, વાંચો ગુજરાતી ડોન ગંગુબાઈ કાઠિયાવાડી વિશે રોચક સ્ટોરી

ઘણી ફિલ્મો આજે સત્યઘટના ઉપર બનવા લાગી છે, અને આ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ઘણી સફળ પણ રહેવા લાગી છે, જે વ્યક્તિઓના નામ કદાચ આપણને સાંભળવામાં પણ નહિ આવ્યા હોય એવા વ્યક્તિના જીવનનો ઇતિહાસ જયારે આવી કોઈ સત્યઘટના પર આધારિત ફિલ્મમાં આવે ત્યારે એ વ્યક્તિના જીવન વિશે જાણીને ખરેખર દિલમાં એક અલગ જ લાગણીનો જન્મ થાય છે.

Image Source

આવી જ એક ગુજરાતી ડોન, જેનાથી મુંબઈના મોટા મોટા ડોન પણ થરથર કાંપતા હતા એવા ગંગુબાઈ કાઠીયાવાડીના જીવન ઉપર પણ એક ફિલ્મ બની રહી છે. જેનું પોસ્ટર પણ બહાર આવ્યું છે. આ ફિલ્મમાં ગંગુબાઈના અભિનયમાં આલિયા ભટ્ટ જોવા મળશે જે પોસ્ટરમાં જ જોઈ શકાય છે.

ફિલ્મનું પોસ્ટર આવવાની સાથે જ સૌને જાણવાની ઈચ્છા થઇ કે આ ગંગુબાઈ કોણ છે તો આજે તમને ગંગુબાઈ વિશે જણાવીશું.

Image Source

કાઠિયાવાડમાં રહેતા ગંગુબેન હરજીવનદાસ કાઠિયાવાડી એક સુખી સંપન્ન ઘરની દીકરી હતી, પરંતુ 16 વર્ષની ઉંમરે જ તેના પિતાના એક એકાઉન્ટનું કામ સાંભળતા વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો અને તેની સાથે તે મુંબઈ ભાગી ગઈ. ગંગુબાઈની પણ મુંબઈ જવાની ઈચ્છા હતી તેને અભિનેત્રી બનવાનો શોખ હતો અને તે આશા પારેખ અને હેમા માલિનીના મોટા ચાહક પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

પરંતુ મુંબઈમાં પહોંચીને જ તેમના અસલ જીવનની શરૂઆત થઇ. મુંબઈ જઈને તેના પતિએ ગંગુબાઈ સાથે દગો કર્યો અને એક રેડ લાઈટ વિસ્તારના એક કોઠા ઉપર જઈને તેને 500 રૂપિયામાં વેચી પણ દીધી.

એ સમયે મુંબઈમાં પ્રખ્યાત ડોન કરીમ લાલાનું વર્ચસ્વ હતું, કરીમ લાલાનું નામ પડતા જ ઘણા લોકો થરથર કાપતા હતા, કરીમ લાલાની ગેંગના એક વ્યક્તિએ ગંગુબાઈ સાથે બળાત્કાર કર્યો, ત્યારે ગંગુબાઈ કરીમ લાલા પાસે ન્યાયની માંગણી કરવા માટે પહોંચી ગયા હતા અને કરીમ લાલાને રાખડી પણ બાંધી હતી. કરીમ લાલાએ પણ ગંગુબાઈને પોતાની બહેન માની હતી અને પછી જ ગંગુબાઈના જીવનમાં નવા વળાંકો આવવા લાગ્યા, ગંગુબાઈ સત્તામાં આવી ગયા, અને ધીમે ધીમે મુંબઈના સૌથી મોટા મહિલા ડોન પણ બની ગયા હતા.

Image Source

ગંગુબાઈને વેશ્યાઓ માટે પંબ ખાસ હમદર્દી રહેતી હતી, તેઓ મુંબઈના કમાઠીપુરાના રેડ લાઈટ વિસ્તારમાં રેકેટ અને કોઠા પણ ચલાવતા હતા, આ ધંધામાં તેઓ પોતાની સાથી મહિલાઓની મદદ પણ કરતા હતા તો કોઈ છોકરી કે મહિલાની મરજી વિરુદ્ધ તેને કોઠા ઉપર રાખવામાં પણ આવતી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

ગંગુબાઈએ વેશ્યાઓને અધિકાર આપવા અને સશક્ત બનાવવામાં ઘણી જ મહેનત કરી હતી. તેઓ વર્કરનું શોષણ પણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખતા હતા. આજ બાબતોને લઈને તે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુને પણ મળ્યા હતા.

કમાઠીપુરાના લોકો માટે ગંગુબાઈ સાક્ષાત ભગવાન સ્વરૂપ હતા, તેમને જે કામો કમાઠીપુરાના લોકો માટે કાર્ય હતા તેના કારણે જ કમાઠીપુરાના મોટાભાગના ઘરોમાં ગંગુબાઈના ફોટા અને મૂર્તિઓ પણ રાખવામાં આવતી હતી. તેમના કામ અને તેમના પાવરને લઈને 60ના દાયકામાં ગંગુબાઈને “મેડમ ઓફ કમાઠીપુરા” એવું નામ પણ મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

ગંગુબાઈના જીવન સાથે જોડાયેલી આ ફિલ્મ એક નવી જ વાર્તાને ઉજાગર કરવા જઈ રહી છે, આ ફિલ્મ લેખક એસ. હુસૈન ઝૈદના પુસ્તક “માફિયા ક્વિન ઓફ મુંબઈ” ઉપરથી બનવાની છે અને આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવશે અને કરીમ લાલાના કિરદાર તરીકે અજય દેવગન જોવા મળશે.