સુરત: ગુજરાતની આ લેડી ડોન “ભૂરી” સામે ગુંડાઓ પણ ભરે છે પાણી, ફરી એકવાર કરી બેઠી એવો કાંડ કે…જુઓ વીડિયો

સુરત : લેડી ડોન ભૂરીએ વધુ એક વખત મચાવ્યો આતંક, જાહેરમાં કરી મારામારી, CCTV ફુટેજ આવ્યા સામે

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભૂરીનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે. ભૂરીએ જાહેરમાં મારામારી કરી હોય તેવા CCTV ફુટેજ સામે આવ્યા છે, જે હાલ વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભૂરી ડોન હાથમાં તલવાર લઈને જાય છે અને મારામારી કરે છે. ભૂરીના ત્રાસથી સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ભૂરી અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ તેમ છત્તાં પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.

જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા મારામારી થતા પોલીસ કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. લેડી ડોન ભૂરી સુરતમાં તેની ગુંડાગર્દી માટે જાણીતી છે અને ફરી એકવાર તેનો શહેરમાં આતંક જોવા મળ્યો છે. ભૂરી ડોન તલવાર લઈને મારામારી કરતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા બાદ પોલિસ પર સવાલ ઉઠી રહ્યા છે. આ પહેલીવાર નથી કે ભૂરી ડોન ચર્ચામાં આવી હોય. આ પહેલા પણ તે અનેકવાર ચર્ચાનું કેન્દ્ર બની ચુકી છે.

આ પહેલા તેના જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરી કરતા વીડિયો પણ સામે આવ્યા હતા અને આ ઉપરાંત તેનો એક ફોટો જેમાં તેના હાથમાં પિસ્તોલ હતી તે પણ સામે આવી ચૂક્યો છે. જણાવી દઇએ કે, ભૂરી ડોનના આ પહેલા પણ ઘણીવાર જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરીના વીડિયો સામે આવ્યા છે. પોલિસ પણ ઘણીવાર ભૂરી સામે કેસ નોંધી ચૂકી છે અને તેની ધરપકડ કરી ચૂકી છે. ભૂરી ડોન ગેંગ સામે અનેક ગુના પણ નોંઘાયા છે,

જેમા ખંડણી, મારામારી અને અપહરણ સહિતના કેસો સાથે લૂંટના કેસો પણ સામેલ છે. અગાઉ પણ ભૂરી ગેંગ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે અને લોકોએ માંગ પણ કરી હતી કે સુરત પોલીસ કમિશ્નર ભૂરી ડોન ગેંગ સામે કડક કાર્યવાહી કરે. ભૂરી ડોન ગેંગ દ્વારા ધોળા દિવસે લૂંટ, મારામારી કરવામાં આવતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઇ જાય છે. ગુજરાતની લેડી ડોન તરીકે ઓળખાતી ભૂરી ડોન કે જેનું સાચું નામ અસ્મિતા ગોહિલ છે.

સુરતમાં આ યુવતીનો આતંક છે. અસ્મિતા ઉર્ફે ભૂરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે અનેક લોકો પર હુમલો કર્યો છે. ગુજરાતના ઉનાના ગાંગડા ગામની રહેવાસી અસ્મિતા પર હત્યાના આરોપ પણ લાગી ચુક્યા છે. તે જેલમાં પણ ગઈ છે. તેના વિરુદ્ધ લોકોને ધમકાવવાના, ડરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણીવાર તેના વીડિયો વાયરલ પણ થતા હોય છે. પોલીસ ભૂરી ડોન ઉપર દંગા ભડકાવવાનો કેસ પણ દાખલ કરી ચુકી છે.

અસ્મિતા વિરુદ્ધ અનેક કેસ દાખલ છે. પોલીસે તેની ઘણીવાર ધરપકડ પણ કરી છે. તેના ઘરવાળાએ પણ તેનાથી દુરી બનાવી લીધી છે. અસ્મિતા ગોહિલને બે કારણે ભૂરી કહેવામાં આવે છે, એક તો તેની સુંદરતાને લઈને અને બીજું કારણ કે તે ભૂરા નામના વ્યક્તિની પ્રેમિકા છે. ભૂરો એક કુખ્યાત ગુંડો છે.

Shah Jina