8 મહિનાનો પગાર ન મળ્યો, મહિલા ડોક્ટરે ગળાફાંસો ખાઈને અંત આણી દીધો, બિચારા માતા-પિતા રડી રડીને બેભાન… વાંચો આ ચોકાવનારી ઘટના…
Doctor commits suicide : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, આર્થિક તંગી કે પછી માનસિક હેરાનગતિ સિવાય અન્ય પણ કારણો હોય છે. ત્યારે હાલમાં જમુઈ શહેરના સિરચંદ નવાદા મોહલ્લામાં એક મહિલા ડોક્ટરના ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ડૉક્ટરનું નામ ડૉ.રાની ઇંદ્ર ભારતી જણાવવામાં આવી રહ્યુ છે, જે બાંકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેસરમાં તૈનાત હતી.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ડ્યુટી પરથી આવ્યા બાદ મહિલા ડોક્ટરે જમુઈમાં તેના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોનું કહેવું છે કે મહિલા ડોક્ટર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંકાની સરકારી હોસ્પિટલમાં જોડાઈ હતી, 8 મહિનાથી તેને પગાર મળ્યો ન હતો, જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. આત્મહત્યા કરનાર રાની ઇન્દ્ર ભારતી અપરિણીત હતી.
કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બાંકાના ખેસર આવ્યા હતા. તે કાર્યક્રમમાં મહિલા તબીબ રાની ઈન્દ્ર ભારતી પણ ફરજ બજાવી રહી હતી, આ માટે મહિલા તબીબ સવારે પોતાની કારમાં બાંકા ગઈ હતી, જ્યાંથી તે ફરજ બજાવીને જમુઈમાં તેના પિતાના ઘરે પરત ફરી હતી. ઘરમાં કોઈ સભ્ય ન હોવાથી મહિલા ડૉક્ટરે પોતાના રૂમમાં જઈને ફાંસી લગાવી લીધી.જ્યારે રાત્રે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે મહિલા ડોક્ટરના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો,

તે તોડ્યા બાદ પરિસ્થિતિ જોઈને બધા ચોંકી ગયા હતા. ઉતાવળમાં પરિવારના સભ્યો મહિલા ડોક્ટરને હોસ્પિટલ લઇ ગયા, પણ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાઇ. ડોક્ટર પુત્રીના મૃતદેહને ગળે લગાવીને રડતી માતાએ જણાવ્યું કે, ડો.રાની ઇંદ્ર ભારતી ઓગસ્ટ મહિનામાં ખેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાઇ હતી, તેને 8 મહિનાથી પગાર મળતો ન હતો. પગાર ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેનો સંબંધ તેની મોતના દસેક દિવસ પહેલા જ નક્કી થયો હતો.