રણમાં પણ ખીલી ઉઠ્યા ગુજરાત પોલીસની ખાખીના ફૂલ, વૃદ્ધ મહિલા બેભાન થતા 5 કિલોમીટર સુધી મહિલા પોલીસકર્મી પોતાના ખભે લાદીને…જુઓ વીડિયો

દેશભરમાં પોલીસની કામગીરી ઉપર ઘણીવાર ઘણા સવાલો ઉભા થાય છે તો બીજી તરફ ઘણા પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે તેમના માનવતા ભરેલા વલણના કારણે લોકોના દિલ પણ જીતી લેતા હોય છે. ઘણા પોલીસકર્મીઓ સામાન્ય માણસની મદદ કરતા હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાત પોલીસના માનવતા ભરેલા વલણના દર્શન થતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં એક મહિલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે કાળઝાળ ગરમીમાં કચ્છના રણમાં એક વૃદ્ધ મહિલાને પોતાના ખભે લાદીને લઇ જતા જોવા મળી રહ્યા છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર કચ્છના રાપરમાં ખડીરનામાં ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનું મંદિર આવેલું છે. જ્યાં લોકપ્રિય કથાકાર મોરારીબાપુની કથા યોજાઈ રહી હતી. જેને સાંભળવા માટે ઘણા ભક્તો ચાલીને ત્યાં જતા હતા.

આ દરમિયાન એક 86 વર્ષના માજી પણ ડુંગર ઉપર કથા સાંભળવા માટે જતા હતા. પરંતુ ડુંગરના પગથિયાં ચઢતા વખતે જ તેમને આચાનક ચક્કર આવી ગયા અને તેઓ પડી ગયા હતા. આ વિસ્તાર રણમાં આવેલો હોવાના કારણે ત્યાં આસપાસ પીવાનું પાણી પણ ના મળી રહ્યું જેના કારણે તે બેભાન થઇ ગયા હતા.

પરંતુ મોરારીબાપુની કથામાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી વર્ષાબેન માજીવાભાઈ પરમારને ખબર પડતા જ તે પાણી લઈને માજી પાસે પહોંચ્યા હતા, અને માજીને તેમને પ્રાથમિક સારવાર પણ આપી હતી, જેના બાદ અશક્ત માજીને તેમને પોતાના ખભા ઉપર લાદીને કથા સ્થળેથી 5 કિમિ દુર આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવા માટે લઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ આ મહિલા પોલીસકર્મી અને ગુજરાત પોલીસના વખાણ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો અને તસવીરો ગુજરાતના ગ્રહમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેના બાદ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પાર આ ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel