મહિલા પોલીસ કોન્સ્ટેબલના લગ્નના રિવાજ પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યા, ઘોડીએ ચઢી અને મંગળ ગીતો પણ ગવાયા, જુઓ વીડિયો

હાલ કોરોના મહામારીના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે પોલીસકર્મીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ તેમજ ડોક્ટર્સ ખડા પગે ઉભા રહી અને પોતાનું કામ કરી રહ્યા છે. આવા સમયે લગ્નની રીતો પણ બદલાઈ ચુકી છે.

આ બધા વચ્ચે જ રાજસ્થાનની એક મહિલા કોન્સ્ટેબલની બંદોલીનો રિવાજ પોલીસ સ્ટેશનમાં જ થયો. આ દરમિયાન મંગળ ગીતો ગાવાની સાથે કન્યાને ઘણીબધી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

મહિલા કોન્સ્ટેબલ સોનિયાના લગ્ન 26 એપ્રિલ એટલે કે આજરોજ છે. કોરોના મહામારીના કારણે પોલીસ સ્ટેશનનો સ્ટાફ લગ્નમાં શામેલ નથી થઇ શકે તેમ. ત્યારે કન્યા ઘોડી ઉપર બેઠી અને મંગળ ગીતો દ્વારા પોલીસ સ્ટેશન ગુંજી ઉઠ્યું.

બુહાના પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પરિવારની જવાબદારી નિભાવતા બંદોલીનો રિવાજ નિભાવ્યો. મહિલા કોન્સ્ટેબલ દ્વારા લગ્નના મંગળ ગીતો ગાવામાં આવ્યા.

સોનિયાને ઘોડી ઉપર પણ બેસાડવામાં આવી અને કોરોના નિયમો અંતર્ગત બંદોલીનો પ્રસંગ બેન્ડ વાજા વગર જ યોજવામાં આવ્યો.

રાજસ્થાનની અંદર લગ્નમાં બંદોલી રિવાજનું ખુબ જ મહત્વ છે. આ લગ્ન પહેલા કરવામાં આવે છે. જેમાં કન્યા ઘોડી ઉપર ચઢીને થોડે દૂર સુધી જાય છે. આ રિવાજ દરમિયાન મંગળ ગીતો ગાવામાં આવે છે અને લોકો ખુબ જ નાચે પણ છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ રિવાજ ખુબ જ સાદગી દ્વારા કરવામાં આવ્યો.

કોન્સ્ટેબલ સોનિયાએ બંદોલીના રિવાજ માટે આખા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રસંગમાં હાજર બધા જ સાથી પોલીસકર્મીઓએ તેને નવા જીવનની શુભકામનાઓ પણ પાઠવી.

કોરોના મહામારીના કારણે રાજસ્થાનની અંદર લગ્નોમાં 50થી વધારે લોકો નથી જોડાઈ શકતા, ત્યારે પોલીસ સ્ટેશનમાં યોજાવમાં આવેલી લગ્નની આ નવી પહેલને લોકો ખુબ વખાણી પણ રહ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

થોડા દિવસ પહેલા પણ રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ફરજ બજાવી રહેલા એક મહિલા પોલીસકર્મી સાથે આવું જ કંઈક થયેલું જોવા મળ્યું છે. આ મહિલા પોલીસકર્મીને પોતાના લગ્ન હોવા છતાં પણ કોરોના મહામારી હોવાના કારણે રજા ના મળી તો લગ્ન પહેલા મહિલાની પીઠી પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

મહિલા કોન્સ્ટેબલના પદ ઉપર નિયુક્ત હીરાતા નિવાસી આશા રોતના લગ્ન 30 એપ્રિલના રોજ માથુગામડાના કોટાણા ગામમાં થવાના છે. જેન લઈને સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ દાન અને સમસ્ત કોતવાલી પોલીસ સ્ટેશનમાં પીઠીની રસમ પૂર્ણ કરીને લગ્ન માટેની શુભકામનાઓ આપવામાં આવી.

Niraj Patel