દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

પિતાએ છોડાવી દીધી હતી સ્કૂલ, હવે કેબ ચલાવીને કરી રહી છે 12માનો અભ્યાસ- વાંચો પ્રેરણાદાયક સ્ટોરી

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણી ખબરો આવતી રહે છે, એમાંથી દિલ્હીની આ ઉબેર ડ્રાઈવરની ખબરને લોકો ખૂબ જ પસંદ કરી રહયા છે. સિંગાપોરની એક ઉદ્યોગસાહસિક ઓલિવિયા ડેકાએ પોતાની દિલ્હીની મુલાકાત બાદ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં વાત છે દિલ્હીની એક ઉબેર કેબ ચલાવતી યુવતીની, જેના પિતાએ તેનો અભ્યાસ છોડાવી દીધો હતો અને હવે એ કેબ ચલાવીને પોતાનો બારમા ધોરણનો અભ્યાસ કરી રહી છે.

ઓલિવિયાએ 13 નવેમ્બરના રોજ તેની પોસ્ટમાં લખ્યું કે તેને સાકેત દિલ્હીથી ગુડગાંવ જવા માટે એક ઉબેર કેબ લીધી. તે એટલો યાદગાર સફર હતો કારણ કે એનો ઉબેર ડ્રાઈવર એક મોટા સપનાઓ જોવાવાળી એક નાની છોકરી હતી.

Image Source

ઉબેરની ડ્રાઈવર કોમલ છે જે 19 વર્ષની યુવતી છે. તેના ઘરમાં એક નાનો અને બે મોટા ભાઈ-બહેન છે. નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ કોમલ અત્યારે પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે દિલ્હીના રસ્તાઓ પર ઉબેર કેબ ચલાવી રહી છે. તેને કેબ ચલાવતા એક વર્ષ થઈ ગયું છે.

આ વર્ષે તે પોતાની 12માના બોર્ડની પરીક્ષા આપશે. તેના પિતાએ તેનો અભ્યાસ છોડાવી દીધો હતો. એટલે તેને આ સાહસિક પગલું ભર્યું અને પછી પોતાને એનરોલ કરાવીને ફરીથી અભ્યાસ શરૂ કર્યો. કોમલે ઓલિવિયાને કહ્યું હતું કે હજુ તો કોલેજ જવાનું છે જીવનમાં ઘણી બધું કરવાનું છે. પપ્પા નથી ઇચ્છતા કે હું ઉબેર ચલાવું કે હું અભ્યાસ કરું, પણ હું કોઈની નથી સાંભળતી. હું જાતે કંઈક કરવા માંગુ છું અને કરી પણ રહી છું. લોકો શું કહે છે તેની હું અવગણના કરું છું.

Image Source

ઓલિવિયાએ તેની પોસ્ટમાં લખ્યું કે તેને તેના જીવન જીવવાનો જુસ્સો પસંદ આવ્યો. આખી દુનિયામાં આવી છોકરીઓની ખૂબ જ જરૂર છે જે ખૂબ હિંમત અને જુસ્સાથી જીવન જીવે. એટલા દ્રઢનિશ્ચયી બનો કે તમારા જીવનના પડકારો તમારા હાથમાં લઈને ફરો અને જીવનની રેસ જીતી જાઓ. કોમલ એક હીરો છે જે અહીં તેની ચમક ફેલાવવા માટે છે.

ઓલિવિયાએ લખ્યું એક તે હવે કોમલના સંપર્કમાં રહેશે અને બને તેટલી મદદ કરશે. તેમને કોમલ સાથે પોતાની સેલ્ફી પણ શેર કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.