ખબર

લો બોલો, કાયદાનું પાલન કરનારા બે મહિલા વકીલો જ કોર્ટની અંદર એકબીજા સાથે બાખડી પડ્યા, છુટ્ટા હાથે કરી મારામારી, જુઓ વીડિયો

કોર્ટની અંદર જ બે મહિલાઓ એકબીજાના ચોટલા પકડી અને લાત ગુસાથી માર મારવા લાગી, આજુબાજુ ઉભેલા લોકો મોબાઈલમાં વીડિયો બનાવવા લાગ્યા, જુઓ

આપણા દેશમાં લોકોને કોર્ટ પર ભરોસો છે અને એટલે જ કંઈપણ માથાકૂટ કે પછી કોઈપણ બાબત હોય લોકો એકબીજાને કોર્ટમાં લઇ જવાની ધમકી આપતા હોય છે. કોર્ટની અંદર કેસ લડવા માટે વકીલ જોઈએ અને વકીલ ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે સૌના હોંશ ઉડાવી દીધા છે.

કોર્ટની અંદર એકબીજા સાથે લડતી બે મહિલા વકીલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ આમાંથી કેટલીક ઘટનાઓ ચર્ચાનો વિષય બને છે. આવી જ એક ઘટના જે હેડલાઇન્સનું કારણ બની છે જે ઉત્તર પ્રદેશની કોર્ટમાં બની હતી, જ્યાં બે મહિલા વકીલોની એટલી ગુસ્સે થઈ ગઈ કે તેમને એકબીજાને માર મારવા સિવાય કોઈ વાતનો ખ્યાલ નહોતો.

આ ઘટના કાસગંજ જિલ્લા કોર્ટની છે. જેનો એક વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કાસગંજ જિલ્લા સેશન કોર્ટની ફેમિલી કોર્ટની બહારનો છે. તેમાંથી એક કાસગંજના એડવોકેટ સક્સેના છે જ્યારે બીજા એડવોકેટ અલીગઢના સુનીતા કૌશિક છે. મળતી માહિતી મુજબ, બંને મહિલા એડવોકેટ પોતાના અસીલનું પ્રતિનિધિત્વ કરવા માટે એકબીજા સાથે બાખડી પડ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને એકબીજા સાથે મારઝૂડ કરે છે. પહેલા ઝપાઝપી થાય છે, પછી તેઓ એકબીજાના વાળ ખેંચીને મારતા હોય છે. લડાઈ દરમિયાન ત્યાં હાજર ઘણા લોકો તેમને રોકવાની કોશિશ પણ કરે છે, પરંતુ વાત અહીં અટકતી નથી. આ પછી, લાતો અને મુક્કાથી મારવાનું શરૂ થાય છે. મારપીટનું આ દ્રશ્ય લાંબા સમય સુધી ચાલે છે. જેનો વીડિયો ત્યાં હાજર વકીલોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. છેવટે લેડી પોલીસ ત્યાં આવે છે અને આ લડાઈ શાંત થાય છે.