રેતીને બિલ્ડીંગની ઉપર પહોંચાડવા માટે આ મજુરે કર્યો એવો જુગાડ કે તેની આગળ ભલભલા એન્જીનીયરો પણ થઇ ગયા ફેઈલ, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના સ્તરે કોઈને કોઈ જુગાડ કરતો રહે છે. પરંતુ કેટલાક લોકોના જુગાડ બધાને પસંદ આવે છે અને તેમાંથી તેમને ઘણું શીખવા પણ મળે છે. એટલે કે જુગાડ જે કામને સરળ બનાવે છેઅને  આ જુગાડ બધાને ગમે છે અને જે કામ કરવાનું હોય છે તે પણ ઝડપથી થઈ જાય છે. ત્યારે હાલમાં એક એવો જ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આજના સમયમાં મજૂરી કરવી કેટલું મુશ્કેલ છે, કામદારોને રેતી અને સિમેન્ટના વજન ઉપાડીને ઉપરની અનેક માળની ઈમારતો પર ચઢવું પડે છે. આ સમસ્યાને સમજીને કેટલાક મજૂરોએ જુગાડ કર્યો હતો. તેણે એવો જુગાડ કર્યો કે સૌથી વધુ બુદ્ધિશાળી લોકો પણ તેના વિશે વિચારી પણ ન શકે. તેનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોની અંદર એવું જોવા મળે છે કે રેતીની બોરીને દોરડા વડે બાંધવામાં આવે છે અને કામદાર દોરડા વડે લટકી જાય છે અને રેતીની બોરી ઉપરના માળે જાય છે. આ પછી અન્ય કામદાર તેના પર લટકીને નીચે આવે છે, પછી તે બોરી ઉપરના માળે જાય છે. લોકો આ જુગાડને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોને ઘણા જ લોકોએ અલગ અલગ સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે અને તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ઉપર ઘણા બધા લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકોને મજુર દ્વારા કરવામાં આવેલો આ જુગાડ ખુબ જ પસંદ આવ્યો છે.

Niraj Patel