ખબર

ગુજરાતમાં અહીંયા વાહનોમાં તોડફોડ, પોલીસ પર પણ પથ્થરમારો થતાં સ્થિતિ બગડી- જુઓ તસવીરો

દેશમાં કોરોનાના વધતા જતા કેસને લઈને લોકડાઉન વધ્યું છે. લોકડાઉન વધવાને કારણે પરપ્રાંતીય મજુર લોકો તેના ઘરેપર્ટ ફરવા ઉતાવળા થયા છે. ગુજરાતમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં સેંકડોએ રસ્તા પર ભીડ જમાવી હતી.

રવિવારે સાંજે અને સોમવારે સવારે જુદી-જુદી ચાર જગ્યા પર પરપ્રાંતીય લોકોમોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ એકઠા થનાર પરપ્રાંતીય લોકોની સંખ્યા પાંચ હજારથી પણ વધુ હતી.પરપ્રાંતીય લોકો દ્વારા એક જ સમયે રાજકોટ શહેરમાં ચાર જુદી જુદી જગ્યાએ રોડ પર ઉતરી આવ્યા હતા ગણતરીની જ મિનિટોમાં રાજકોટ શહેર પોલીસની તમામ પોલીસ આ ચાર જગ્યાએ તૈનાત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ પણ થવા પામ્યું હતું. રાજકોટના મવડી ચોકડી, કેકેવી ચોક, ગોંડલ ચોકડી, ઢોલરા પાટિયા સહિતના વિસ્તારોમાં સેંકડો મજૂરો બહાર નીકળતા તેમને સમજાવવા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતાં.

અમદાવાદ કલેકટર કચેરીઓ પરપ્રાતિઓ એક્ઠા થયા છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો એકઠાં થયા છે. મંજૂરી લેવામા RTO સર્કલ પાસે ભીડ જોવા મળી રહી છે. એક તરફ દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ લોકો ઘરમાં રહેવાનું પણ પાળતા નથી. ત્યારે આજે શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે બહાર નિકળ્યા હતા. લોકો ઘરની બહાર નિકળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

મહેસાણા કલેકટર કચેરી આગળ પર પ્રાંતીયનો હોબાળો કર્યો છે. યુપી-બિહારના પર પ્રાંતીયોએ હોબાળો કર્યો છે. વતન જવા પરવાનગી નહીં મળતા હોબાળો કર્યો છે. 200 જેટલા પર પ્રાંતીય કલેકટર કચેરી આગળ ધસી આવ્યા છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકના વરેલી ગામે પાસ આજે 4 તારીખે પરપ્રાંતિય મજૂરોએ ભારે હોબાળો કર્યો હતો. વતન પાછા જવાની માગ કરતા રોષે ભરાયેલાં શ્રમિકોએ વાહનો સળગાવી તોડફોડ કરી હતી. આ ઉપરાંત હજારથી વધુના એકઠાં થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. શ્રમિકોએ જેને પગલે ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયુ હતું.

વધુમાં સુરતના રાંદેર વિસ્તારમાં પણ પરપ્રાંતિય લોકોની ધીરજ ખુટી હતી. જેને લીધે મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. વતન જવાની વાટ જોતા પરપ્રાંતિયોની ધીરજ ખૂટતાં તેઓ ઉગ્ર રોષ સાથે રોડ રસ્તા પર નીકળી પડ્યા હતા અને પોતાની વાતની રજૂઆત કરી હતી.