ખબર

1 રૂમમાં રહે છે પૂરો પરિવાર, પિતા કમાઈ છે દિવસના 300 રૂપિયા-પુત્રીએ પાસ કરી લીધી NEETની પરીક્ષા

જે લોકોને સફળતાની સિડી હાંસિલ કરવી હોય તે ગમે તે વિકટ પરિસ્થતિમાં પણ સફળતા હાંસિલ કરે છે. આ કહાની છે શશીની. દેશની આ દીકરીએ સૌથી મુશ્કેલ મેડિકલ નિટની પરીક્ષા પાસ કરીને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં એડમિશન પણ લીધું છે.

મેડિકલની સૌથી અઘરી પાસ નીટ પાસ કરનારી 19 વર્ષીય શશી બેહદ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

શશીએ જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા યોજના હેઠળ મેડિકલ પરીક્ષા માટે કોચિંગ લીધા હતા. જ્યાં તેને નીટની પરીક્ષા પાસ કરી હતી. તેને ગયા વર્ષે એડમિશન લીધું હતું.

જણાવી દઈએ કે અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે નીટ સહીત રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા માટે જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના હેઠળ નિઃ શુલ્ક કોચિંગ આપવામાં આવે છે. તેણીએ MBBSમાં એડમિશન લીધું છે.

Image Source

એક અખબારના રિપોર્ટ મુજબ શશીએ કહ્યું હતું કે, હું સમાજની સેવા કરવા માંગુ છું. નીટની પરીક્ષા માટે આ મારો બીજો પ્રયાસ હતો. આ માટે આ યોજનાથી મને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

શશીએ તેની ઘરની પરિસ્થિતિને લઈને કહ્યું હતું કે, ‘મારા ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. અમારી પાસે ફક્ત એક જ રૂમ છે. જ્યાં અમે બધા સુઈએ છે. અને હું ભણું પણ છું.’

શશીના પિતાનું નામ અખિલેશ છે. તે દરરોજના 300 રૂપિયાની કમાણી કરે છે. શશીની નાની બેન રીતુ પણ આ યોજના હેઠળ NEETની પરીક્ષાની તૈયારી કરે છે. તેનો ભાઈ IITમાં ભણવા માંગે છે.

Image Source

તેના પિતાએ જણાવ્યું હતું કે, મારા બીજા બાળકો પણ તેની બહેનની જેમ ઊંચા લક્ષ્ય પર પહોંચે. વધુમાં તેને કહ્યું હતું કે હું બહુજ ખુશ છું કે એક મજરની દીકરીએ આ વર્ષે NEET પાસ કરીને લેડી હાર્ડિંગ કોલેજમાં એડમિશન લીધું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks