ખબર

મજૂરને લાગી 12 કરોડની લોટરી, મજુરે કહ્યું કે – મને લાગતું હતું કે હું સપનું જોઈ…

માણસ બે પાંદડે થવા માટે તનતોડ મહેનત કરે છે. ક્યારેક માણસ રોટલી તનતોડ મહેનત કરે છે છતાં પણ તે બે પાંદડે નથી થતો. પરંતુ અચાનક જ કોઈ માણસનું નસીબ આડેનું પાંદડું હટી જાય તો માલામાલ થઇ જાય છે. હાલમાં જ કેરળમાં એક શખ્સ સાથે આ ઘટના ઘટી છે.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, કેરળના કન્નુરના રહેવાસી 58 વર્ષીય પેરુનન રાજન મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. પરંતુ 10 ફેબ્રુઆરીએ રાજન સાથે એવું ઘટના ઘટી કે, તેની જિંદગી બદલી ગઈ હતી. છૂટક મજુરી કરનારે 12 કરોડની લોટરી લાગે તો તેની હાલ શું હોય ? માનવામાં નથી આવતું ને પરંતુ આ સાચું છે. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા રાજનને લોટરીની ટિકિટ ખરીદવાનો બહુ જ શોખ હતો. તેને સપનામાં પણ વિચાર્યું ના હતું કે, તેને આટલા પૈસાની લોટરી લાગશે.

Image Source

રાજનને 12 કરોડની લોટરી લાગી હતી. ટેક્સ કપાયા બાદ 7 કરોડ રૂપિયા તેના ખાતામાં આવી જશે. રાજનને આ બાબતે જણાવ્યું હતું કે, તેને સપનું લાગે છે કે તે કરોડપતિ બની ગયો છે. રાજનના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પણ તે લોટરીની ટિકિટ ખરીદતો હતો. તેને વિશ્વાસ હતો કે, તેનું નસીબ એક દિવસ જરૂર બદલશે.

Image Source

લોટરી લાગ્યા બાદ રાજને કહ્યું હતું કે, તેને આટલી મોટી કામયાબી વિષે કયારે પણ વિચાર્યું ના હતું, તેને જયારે ખબર પડી કે તેને આ લોટરી જીતી છે તો તેને વિશ્વાસ જ આવતો ના હતો. રાજને વારંવાર પરિવાર સાથે આ અંગે કન્ફોર્મ કર્યું હતું. રાજને જણાવ્યું હતું કે, જયારે લોટરી ટિકિટ બેંકમાં જમા કરાવ્યા પહેલા વારંવાર ક્રોસ ચેક કર્યું હતું.

Image Source

રાજને કહ્યું હતું કે, તે પહેલા થોલમ્બરાના કો-ઓપરેટીવ બેન્કનો સંપર્ક કર્યો હતો. જાય ત્યાંના બેન્ક અધિકારીએ જિલ્લા બેંકમાં જવાનું કીધું હતું. આ બાદ રાજન તેની પત્ની, પુત્ર અને પુત્રીને લઈને બેંક પહોંચી ટિકિટ સબમિટ કરાવી હતી. લોટરીમાં મળેલા પૈસાના ઉપયોગને લઈને પૂછવામાં આવતા રાજને જણાવ્યું હતું કે, તેના પર થોડું દેવું છે તે પૂરું કરશે. બાકીના થોડા પૈસાની જરૂરિયાત મંદ લોકોને મદદ કરશે.

રાજને કહ્યું હતું કે, તે પસીનાની કિંમત જાણે છે અને આટલા પૈસા કમાવવા આસાન નથી. તેથી તે આટલી ધનરાશિ બેકાર નહીં જવા દે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.