ખબર

લોકડાઉનમાં સ્પેશિયલ ટ્રેનથી મહારાષ્ટ્રથી યુપી પહોંચેલા 9 મજૂરોનો રિપોર્ટ પોઝિટિવ પછી જે થયું

ગઈકાલે સેન્ટ્રલ ગવર્મેન્ટના આદેશ અનુસાર લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, સ્ટુડેંટ્સ અને પ્રવાસીઓના સ્થળાંતરમાં રાહત આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, UP ના મહારાષ્ટ્રના 7 સ્થળાંતર મજૂરો કોરોના વાયરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. પછી સરકાર અને પ્રશાસનની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ તમામ પીડિતો બસ્તી જિલ્લામાં છે. તો પણ સારા સમાચાર એ છે કે દરેકને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે આ તમામને સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તેમજ ક્વોરેન્ટાઇન સેન્ટરને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાંદેદ સ્થિત હુઝુર સાહિબથી પંજાબ પરત ફરેલા 37 વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પાર્ટ 3 માં અમલ શરુ થાય તે પહેલા જ સેન્ટ્રલ ગવર્મેન્ટે તેમાં કેટલીક છૂટછાટો આપી છે. જેમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લામાં ઘણી આર્થિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઉદ્યોગો શરુ કરવા પણ શરતી પરમિશન આપી દેવાઈ છે.

ભારતમાં કોવીડ 19 ના સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે. આ 3 રાજ્યોમાં જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પણ રહે છે. જેમને પોતાના વતન પહોંચાડવા સરકાર તરફથી શ્રમજીવી એક્સપ્રેસ ટ્રેનો દોડાવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેનોમાં સવાર થનારા તમામ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે, અને નિયમો પ્રમાણે ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રખાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે લાખો લોકોને ચકાસવા પ્રેક્ટિકલી ચકાસવા શક્ય નથી.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.