દેશમાં થઇ રહ્યો છે બહિષ્કાર, વિદેશમાં ધૂમ કમાણી કરી રહી છે લાલ સિંહ ચઢ્ઢા, હેરાન કરી દેશે આંકડા

ભારતની જેમ વિદેશી બોક્સ ઓફિસ ઉપર પણ ફિક્કી પડી લાલ સિંહ ચઢ્ઢા, જાણો કેટલી થઇ કમાણી

આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લોકોના વિરોધનો સામનો કરી રહી છે. ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ સાથે અનેક જગ્યાએ પ્રદર્શન થઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. આ ફિલ્મને આજે રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ રહી છે.

“લાલ સિંહ ચઢ્ઢા”ની ઢીલી શરૂઆત બાદ હવે લાગે છે કે ધીરે ધીરે આ ફિલ્મની કમાણી વધી શકે છે. હા, શરૂઆતના દિવસની સરખામણીએ આ ફિલ્મની કમાણીમાં મોટો ફટકો પડ્યો છે, પરંતુ વિદેશમાં ફિલ્મને જે પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે તે જોતા લાગે છે કે અભિનેતાની ખોટની ભરપાઈ થઈ જશે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 11 કરોડ 70 લાખ, બીજા દિવસે 7.26 કરોડ અને ત્રીજા દિવસે નવ કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ અંગે ચોંકાવનારા આંકડા વિદેશમાંથી આવી રહ્યા છે.

આ ફિલ્મ ભલે ભારતીય બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી રહી હોય, પરંતુ કમાણીના મામલામાં લાલ સિંહ ચઢ્ઢા ઓવરસીઝમાં ધૂમ મચાવી રહ્યા છે. પહેલા દિવસે એટલે કે ગુરુવારે ફિલ્મે 8.20 કરોડનો બિઝનેસ કર્યો હતો, બીજા દિવસે ફિલ્મે 13.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્રીજા દિવસે ફિલ્મે 9.40 કરોડની કમાણી કરી હતી અને ચોથા દિવસે ફિલ્મે 13.25 કરોડની કમાણી કરી હતી. એટલે કે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી લગભગ 43.25 કરોડ થઈ ગઈ છે.

બજારના નિષ્ણાતોના મતે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ ભારતમાં ત્રણ દિવસમાં 27.84 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહ્યું છે, જ્યારે વિદેશમાંથી ‘લાલ સિંહ ચઢ્ઢા’એ 18.46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ વિશ્વભરમાં 50 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઇ છે.

boxofficeworldwide.com ના અહેવાલ મુજબ લાલ સિંહ ચઢ્ઢાને વિદેશી દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝના માત્ર ચાર દિવસમાં લાલ સિંહ ચઢ્ઢા વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. એટલું જ નહીં, વિદેશમાં આ ફિલ્મની કમાણીનાં આંકડાએ ભારતીય બોક્સ ઓફિસની કમાણીને પણ માત આપી દીધી છે.

Niraj Patel