“લાલ સિંહ ચઢ્ઢા”ની કમાણીએ વધાર્યુ આમિર ખાનનું ટેન્શન, નીકળી ગયુ તેલ બીજા દિવસે

રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ બોલિવુડના બે સુપરસ્ટારની મોટી ફિલ્મો રીલિઝ થઇ. પહેલી આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને બીજી અક્ષય કુમારની રક્ષાબંધન. પરંતુ પહેલા દિવસના અને બીજા દિવસના જે આંકડા સામે આવ્યા તે ઘણા જ નિરાશાજનક રહ્યા. આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. એવું માનવામાં આવી રહ્યુ હતુ કે આ ફિલ્મ સારી એવી ઓપનિંગ હાંસિલ કરશે પરંતુ ફિલ્મ રીલિઝ થયા બાદ જે બે દિવસના આંકડા સામે આવ્યા તે કંઇક અલગ જ કહી રહ્યા છે.

લાલ સિંહ ચઢ્ઢાએ પહેલા દિવસે 11 કરોડથી વધુ કમાણી કરી પોતાનું ખાતુ ખોલાવ્યુ હતુ. પરંતુ હેરાન કરી દેનારી વાત એ છે કે, બીજા દિવસે આ આંકડો ઘણો ઘટી ગયો. આમિરની ફિલ્મ મેગા બજેટ ફિલ્મ છે. તો ચાલો તમને જણાવીએ કે, લાલ સિંહ ચઢ્ઢાએ બીજા દિવસે કેટલું બોક્સઓફિસ કલેક્શન કર્યુ. લાલ સિંહ ચઢ્ઢાથી ઉમ્મીદ હતી કે તે પહેલા દિવસે 15થી17 કરોડ રૂપિયાની કમાણી સાથે ખાતુ ખોલશે. હવે બીજા દિવસે બોક્સ ઓફિસ પર કમાણીમાં 40% ઘટાડો થયો અને ફિલ્મે માત્ર 7-8 કરોડની જ કમાણી કરી.

‘લાલ સિંહ ચઢ્ઢા’એ બીજા દિવસે માત્ર 7-8 કરોડની જ કમાણી કરી હતી. અત્યાર સુધીમાં તેણે બે દિવસમાં 18 કરોડથી થોડુ વધુનું કલેક્શન કર્યું છે. એવું માનવામાં આવતું હતું કે, રક્ષાબંધનને કારણે ગુરુવારે કમાણી ઘટી છે, તેથી શુક્રવાર એટલે કે બીજા દિવસે કલેક્શનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ પરિણામ તદ્દન ઊલટું આવ્યું. જો હવે વીકએન્ડમાં કમાણી કરવાની ઝડપ નહીં વધે તો આમિર ખાન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે 15 ઓગસ્ટના અવસર પર આમિર ખાનની ફિલ્મ પોતાને સંભાળી શકશે કે નહીં.

શુક્રવારે અચાનક એવા અહેવાલો આવ્યા હતા કે લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધનને મોટો ઝટકો લાગ્યો છે. કહેવાય છે કે આમિર અને અક્ષયની ફિલ્મો જોવા માટે ઓછા લોકો આવતા હતા તેથી 2300 શો કેન્સલ કરવામાં આવ્યા હતા. 180 કરોડમાં બનેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’ના બિઝનેસને લઈને જે આંકડા સામે આવ્યા છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આમિરની ફિલ્મને દિલ્હી NCR, પૂર્વ પંજાબ, મુંબઈ જેવા શહેરોમાં ઘણો પ્રેમ મળ્યો છે. જ્યારે ગુજરાત અને દક્ષિણના શહેરો આ મામલે પાછળ રહી ગયા છે.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકો ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.  તો ઘણા ફિલ્મના સપોર્ટમાં પણ છે. હાલમાં જ ઓસ્કર એકેડમીએ સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ વીડિયો શેર કરી લાલ સિંહ ચઢ્ઢાની પ્રશંસા કરી હતી. ઓસ્કર એકેડમીએ જે સ્પેશિયલ શોર્ટ વીડિયો શેર કર્યો તેમાં લાલ સિંહ ચઢ્ઢા અને ફોરેસ્ટ ગંપ બંને ફિલ્મોના કેટલાક ખાસ સીન્સનું કંપેરિઝન કરવામાં આવ્યુ. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, કેવી રીતે લાલ સિંહ ચઢ્ઢાએ એકવાર ફરી ફોરેસ્ટ ગંપના મેજિકને રિક્રિએટ કર્યુ.

લાલ સિંહ ચઢ્ઢા વર્ષ 1994માં રીલિઝ થયેલી ટોમ હૈંક્સની ફોરેસ્ટ ગંપની ઓફિશિયલ રિમેક છે. અદ્વેત ચંદનના ડેયરેક્શનમાં બનેલી લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ઉપરાંત કરીના કપૂર ખાન, મોના સિંહ અને સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય પણ લીડ રોલમાં છે. આ વીડિયોને શેર કરી ઓસ્કર એકેડમીએ કેપ્શનમાં લખ્યુ- ફોરેસ્ટ ગંપ VS લાલ સિંહ ચઢ્ઢા.. રોબર્ટ જેમેકિક્સ અને એરિક રોથની કહાનીએ દુનિયાને બદલી દીધી. આને ઇન્ડિયામાં અદ્વેત ચંદન અને અતુલ કુલકર્ણીએ અપનાવી અને લાલ સિંહ ચઢ્ઢાના રૂપમાં બનાવી.

ટોમ હૈંક્સનો રોલ આમિર ખાને નિભાવ્યો છે અને તે આ ટાઇટલથી શાયદ મશહૂર થઇ ગયા છે. જણાવી દઇએ કે, ફોરેસ્ટ ગંપે 6 ઓસ્કર એવોર્ડ્સ જીત્યા છે. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યુ હતુ. ઓસ્કર એકેડમી પહેલા ફોરેસ્ટ ગંપના ઓફિશિયલ પેજથી પણ બંને ફિલ્મોનો કંપેરિઝન વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જો કે, પ્રશંસા બાદ પણ લાલ સિંહ ચઢ્ઢા બોક્સઓફિસ પર કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકી. પહેલા દિવસની તુલનામાં બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 40%નો ઘટાડો જોવા મળ્યો.

Shah Jina