હેલ્થ

ચેતી જાઓ! ક્યારેય ગરમ કરીને ના ખાવી આ 7 વસ્તુઓ નહીતો આવી શકે છે ભયંકર પરિણામ

આજે જમાનો એકદમ ઝડપી જીવનનો છે, કોઈની પણ પાસે પૂરતો સમય નથી. ઘરમાં રહેતા પતિ પત્ની પણ હવે નોકરી કરે છે, વળી મોંઘવારી પણ એટલી વધી છે જેના કારણે બંનેનું કમાવવું પણ જરૂરી છે અને જમાના સાથે પોતાની જીવનશૈલી પણ બદલવી પડે છે. સારું ઘર, સારી કાર, બાળકોને સારી શાળામાં ભણાવવા અત્યારે જરૂરિયાત સમાન બની ગયું છે જેના કારણે ઘણાં ઘરોમાં જમવાનું એક જ સમયે બનતું હોય છે અને બીજા સમયે ઠંડુ જમવાનું ગરમ કરી અને જમવામાં આવે છે. વિદિશોમાં તો એક દિવસનું બનાવેલું જમવાનું ફ્રિજમાં મૂકી ત્રણ-ચાર દિવસ સુધી પણ ખાવામાં આવે છે. જેનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળે છે. ઘણા ઘરમાં સાંજે બનાવેલું જમવાનું ફેંકી દેવું ના પડે તેના કારણે ફ્રિજમાં મૂકી સવારે ગરમ કરીને પણ ખાવામાં આવે છે.

Image Source

પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓને ગરમ કરીને ખાવી શરીર માટે પડી શકે છે મોંઘી?  ખાવાની વસ્તુઓને બીજીવાર ગરમ કરવાના કારણે તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને બીજીવાર ગરમ કરવામાં આવે તો ઝેરી બની જાય છે. આવી જ કેટલીક વસ્તુઓ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યાં છે. જેને ક્યારેય ગરમ કરીને ના ખાવી જોઈએ.

Image Source

પાલક અને બીજા પત્તા વાળા શાક:
મોટાભાગના લોકોને પાલક પનીરનું શાક અને પાલકની ભાજી ખાવી ખુબ જ પસંદ હોય છે. તેમજ ઘણા પ્રકારની પત્તાવાળી ભાજી અને શાક આપણે ઘરમાં બનાવી ખાતા હોઈએ છે. આ ભાજીઓમાં મોટાભાગે નાઇટ્રેડનું પ્રમાણ વધુ જોવા મળે છે જેને એકથી વધારે વખત ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા તત્વો એવા તત્વોમાં બદલાઈ જાય છે જેનાથી કેન્સર અને ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે.

Image Source

બીટ:
બીટને પણ ક્યારેય ગરમ કરીને ના ખાવું જોઈએ. બીટમાં પણ વધુ પ્રમાણમાં નાઇટ્રેડ રહેલું છે જે વધારે ગરમ થવાના કારણે વિપરીત અસર પેદા કરે છે જેનાથી પેટની કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. જો તમે બીટને બીજીવાર ખાવા જ માંગતા હોય તો વધેલા બીટને ફ્રિજમાં મૂકી ખાવાના થોડા સમય પહેલા બહાર કાઢી ગરમ કર્યા વગર જ ખાઈ લેવું.

Image Source

બાફેલા બટાકા:
બટાકા આપણા મોટાભાગના શાકમાં વપરાતા હોય છે. પરંતુ બાફેલા બટાકાને તમે મૂકી રાખવાની જો ભૂલ કરતા હોય તો આજે જ ચેતી જાઓ કારણ કે બાફેલા બટાકાને ખુલ્લા મૂકી રાખવા તમારા માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. બાફેલા બટાકાને જો ખુલ્લા મૂકી રાખવામાં આવે તો તેમાંથી બોટુલિઝ્મ નામનો બેકટેરિયા ઉત્પન્ન થાય છે. તમે બાફેલા બટાકાને તરત ફ્રીજરમાં મૂકી દો અથવા તરત તેને ઉપયોગમાં લઇ શકો છો.

Image Source

મશરૂમ:
મશરૂમમાં પરટોઇન રહેલું છે. જો કે મશરૂમને જયારે કાપવામાં આવે છે ત્યારે જ તેમાં રહેલા પ્રોટીનનો નાશ થવા લાગી છે પરંતુ એકવાર મશરૂમ બનાવ્યા બાદ તેને તરત ખાઈ લેવું જોઈએ, તેને બીજીવાર ગરમ કરવાથી તમને પેટ સંબંઘી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે.

Image Source

ચા:
ચા આપણે શરીરમાં સ્ફૂર્તિ લાવવા માટે પીતા હોઈએ છે ઘણા લોકોને માથું દુઃખે ત્યારે પણ ચા પીતા હોય છે. પરંતુ ચા એકવાર બની ગયા બાદ તેને બીજીવાર ગરમ કરીને પીવાની ભૂલ ક્યારેય ના કરવી, કારણ કે ચા ને બીજીવાર ગરમ કરવાના કારણે તેમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે. જેના કારણે એસીડીટી થવાની સમસ્યા થઇ શકે છે.

Image Source

ચિકન, માંસ અને મટન:

ચિકન, માંસ અને મટનને ક્યારેય ગરમ કરીને ના ખાવું જોઈએ. આ વસ્તુઓમાં વધુ માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, પરંતુ જયારે તેને બનાવ્યા બાદ બીજીવાર ગરમ કરવામાં આવે ત્યારે તેમાં રહેલું પ્રોટીન પોતાનું કોમ્પોઝીશન બદલી નાખે છે અને તેના કારણે પેટ સંબંધિ તકલીફો ઉપરાંત વોમિટ થવાની પણ સંભાવના રહે છે.

Image Source

ઈંડુ:
ઘણા લોકો નોનવેજ નથી ખાતા પરંતુ ઈંડા ખાય છે. તો ઈંડાને પણ તમે એકવાર ગરમ કર્યા બાદ જો બીજીવાર ગરમ કરીને ખાવાનું વિચારતા હોય તો થોભી જજો. કારણ કે ઈંડામાં પણ પ્રોટીન રહેલું છે અને જે બીજીવાર ગરમ થયા બાદ ઝેર સમાન બની જાય છે જેનાથી પેટ સંબંધી સમસ્યા થી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.