BREAKING: કુવૈતની બિલ્ડિંગમાં આગ લગતા કુલ 41ના મોત : 40 ભારતીયો જીવતા સળગી ગયા, ઈમારત બળીને રાખ

કુવૈતના મંગાફમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ લાગી હતી, જેમાં 41 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક રીપોર્ટ્સ અનુસાર, મૃતકોમાં 40 ભારતીય છે અને તેમાં 5 કેરળના છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આગની ઘટનામાં 30થી વધુ ભારતીય કામદારો ઘાયલ થયા છે.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યે મંગાફ શહેરમાં બની હતી. સમાચાર એજન્સી રાયટરના હવાલાથી એક વરિષ્ઠ પોલિસ કમાંડરે જણાવ્યું હતું કે, જ્યાં આગ લાગી હતી તે ઇમારતનો ઉપયોગ કામદારો માટે કરવામાં આવતો હતો અને ત્યાં મોટી સંખ્યામાં કામદારો હતા. એવું કહેવાય છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા, જેઓ એક જ કંપનીના કર્મચારી છે.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ભારતીય કામદારો સાથે સંકળાયેલી આગની દુ:ખદ ઘટનાના સંદર્ભમાં, દૂતાવાસે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 શરૂ કર્યો છે. તમામ સંબંધિતોને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે.

એમ્બેસી તમામ શક્ય મદદ કરશે.’ કુવૈતમાં ભારતના રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-અદન હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં આગની ઘટનામાં ઘાયલ થયેલા ભારતીય મજૂરોને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઘણા દર્દીઓને મળ્યા અને તેમને એમ્બેસી તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કુવૈત શહેરમાં આગની ઘટના પર લગભગ તમામની સ્થિતિ સ્થિર છે.

વિદેશ મંત્રી ડો.એસ જયશંકરે એક્સ પર કહ્યું, ‘આગની ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અહેવાલ છે કે 40થી વધુ લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે.’

Shah Jina