આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં આજે પણ કેટલાક ચમત્કારો જોવા મળે છે. ઘણા મંદિરની અંદર એવા એવા ચમત્કારો થાય છે જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ ગોથા ખાઈ જાય છે ત્યારે હાલ કચ્છના અંજારમાંથી એક એવી જ ચત્મકારીક ઘટના સામે આવી છે, જેને લોકોમાં પણ કુતુહલ જન્માવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં આવેલું લક્ષ્મીનારાયણ મંદિર ભૂકંપની અંદર ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું. આ મંદિરને 1945માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે આ મંદિર ક્ષતિગ્રસ્ત થતા હાલ તેના જીર્ણોદ્ધારનું કામ કાજ ચાલી રહ્યું હતું.
મંદિરના જીર્ણોદ્ધારમાં મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેના બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. જયારે આ કળશ ઉતારવામાં આવ્યો ત્યારે તેની અંદર જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા.
જયારે કળશ ઉતારવામાં આવ્યો ત્યારે તેની અંદર રાખવામાં આવેલો શિરો 75 વર્ષ બાદ પણ તાજો જ નીકળ્યો હતો અને તેની અંદર નાખવામાં આવેલા શુદ્ધ ઘીની સુગંધ પણ એવીને એવી જ આવતી હોય લોકોમાં પણ આશ્ચર્ય જન્મ્યું હતું. લોકોને આ શિરો જાણે એક દિવસ પહેલા જ બનાવ્યો હોય તેમ લાગી રહ્યું હતું. જેના બાદ આ ઘટનાને લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે.
આ કળશ ઉતારતા સમયે જે કુંભ મળ્યો તેમાં તાંબાનો એક સિક્કો પણ મળી આવ્યો હતો. જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલતા તેમાં શીરો મૂકાયેલો હતો. આ શીરાને ભક્તોએ શીરાના પ્રસાદને ફરી મંદિરમાં ધરાવી હતી.