ખબર

આ ગુજરાતી ભાઈ KBCમાં 50 લાખ જીત્યા,પોતાના ગામને આપી એવી ભેટ કે સૌ કોઈ વખાણ કરતા રહી ગયા

“કોન બનેગા કરોડપતિ” શોની અંદર ઘણા એવા લોકો પણ આવતા હોય છે જેમના જીવન વિશે જાણીને આપણે પણ તેમના ચાહક બની જતા હોઈએ છીએ, ઘણા લોકોના જીવન સંઘર્ષ પ્રેરણાદાયક પણ હોય છે. એવા જ એક વ્યક્તિને કેબીસીમાં સ્થાન આપવામાં આવ્યું જેમનું નામ હતું હખચંદ સાવલા. તેઓ મૂળ કચ્છના વતની છે પરંતુ હાલ તેઓ મુંબઈમાં સ્થાયી થયા છે.

Image Source

હરખચંદ સાવલાના સેવાકીય કાર્યોની ઓળખ કેબીસી મંચ ઉપરથી જોવા મળી ત્યારે આ કેબીસીમાં 50 લાખ જીત્યા બાદ પણ તેમને કચ્છના ગામને ત્રણ એમ્બ્યુલન્સની પણ ભેટ આપી છે. તેમના આ દાનની લોકો પ્રસંશા કરી રહ્યા છે.

Image Source

હરખચંદ સાવલાએ કેન્સરના ઘણા દર્દીઓને સાજા કર્યા છે. તેઓએ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચી અને લોકોની સારવાર કરી છે. કેબીસીમાં તે કહેતા જોવા મળે છે કે લોકો તેમની પાસે રડતા આવતા હતા અને હસતા પાછા જતા હતા.

Image Source

હરખચંદ એક સમાજસેવી તરીકે ઓળખાય છે. કેબીસીમાં તેમના કાર્યોનો એક ઓળખ પણ છતી થતી જોવા મળી ત્યારે કેબીસીમાં 50 લાખની રકમ જીત્યા બાદ તેમને ત્રણ એમ્બ્યુલન્સ કચ્છના લોકોને સારી સુવિધા મળી રહે તેની માટે ખરીદીને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી.