કચ્છના ગાંધીધામમાં વેપારી ઓનલાઇન મળેલી રૂપસુંદરી યુવતીને હોટલમાં મળવા લઇ ગયો પછી તો બસ બંને વચ્ચે….

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર યુવતિઓ દ્વારા મોહની જાળમાં યુવકો કે આધેડને ફસાવવામાં આવે છે અને પછી તેમની વાંધાંજનક તસવીરો અને વીડિયો ક્લિક કરી તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને હનીટ્રેપનો શિકાર કરી રૂપિયા પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં હાઇપ્રોફાઇલ હનીટ્રેપનો કિસ્સો ગુજરાતના કચ્છમાંથી સામે આવ્યો છે. જેમાં 8 વ્યક્તિઓ વિરૂધ્ધ ગાંધીધામના પ્રતિષ્ઠીત વેપારીએ ફરીયાદ નોંધાવી છે.

આરોપીઓએ ક્લીપના બદલામાં 10 કરોડની ખંડણી પણ માગી હતી અને પોલીસે ફરીયાદ નોંધી ભુજના નામચીન વિનય રેલોનની ધરપકડ કરી હતી અને બાકીના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા. વેપારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગાંધીધામના વેપારી સાથે થોડા મહિનાઓ પહેલા મૂળ વડોદરાની એક મહિલાએ સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કરી અને પછી તે મહિલા કોઈ કામથી ગાંધીધામ આવી ત્યારે તેણે ફરિયાદીને હોટલમાં મળવા બોલાવ્યા. જે બાદ બંને વચ્ચે અંગત પળો બંધાઇ

અને આનું વીડિયો રેકોર્ડિંગ તે મહિલાએ કરી લીધું. આ દરમિયાન તેણે પહેલા 20 હજાર પડાવ્યા અને પછી બીજા 50 હજારની માગણી કરી. જોકે, ફરિયાદીએ મહિલાને રૂપિયા આપ્યા નહિ અને તે બાદ વિનય રેલોન અને હરેશ કંઠેચા નામના બે શખ્સોએ ફરિયાદીને ભુજ બોલાવ્યા અને પછી અંગત પળોનો વીડિયો બતાવી આ મામલો પતાવી નાખવા જયંતિ ઠક્કર અને મુંબઈના રમેશ જોશીનો સંપર્ક કરવા જણાવ્યું.

પ્રતિકાત્મક તસવીર

બાદ ફરિયાદીએ આ વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને તેઓએ આ મામલાની પતાવટ માટે 10 કરોડ રૂપિયાની ખંડણી માગી. જે બાદ ગાંધીધામના વેપારીએ આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં મૂળ વડોદરાની આશા ધોરી, ભુજના બિલ્ડર વિનય રેલોન, ભચાઉના હરેશભાઇ કંઠેચા, જયંતિ જેઠાલાલ ઠક્કર, અંજારના મનિષ મહેતા, મુંબઇના રમેશ જોશી, શંભુભાઇ જોશી, ખુશાલ ઉર્ફે લાલો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી.

પ્રતિકાત્મક તસવીર

ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી એક આરોપીની અટકાયત કરી. પૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળી હત્યા કેસનો આરોપી જયંતિ ઠક્કર પણ આ કેસમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ જયંતિ ઠક્કર જેલમાંથી જ હનીટ્રેપનું મોનિટરીંગ કરતો હતો. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે આ હાઇપ્રોફાઇલ હનીટ્રેપ અને ખંડણીના કિસ્સામાં શું ખુલાસાઓ થાય છે.

Shah Jina