કચ્છમાંથી સામે આવ્યો અંધશ્રદ્ધાનો દર્દનાક કિસ્સો, માસુમ બાળકીને કમળો ઉતારવા શરીર ઉપર આપ્યા ડામ, હોસ્પિટલમાં થયું મોત

કચ્છમાં કમળો ઉતારવા બાળકીને આપ્યા ધગધગતા ડામ, દીકરી રિબાઈ રિબાઈને મૃત્યુ પામી, અંધશ્રદ્ધા રાખનારા ચેતી જજો હવે

આજે જમાનો ઘણો બધો આધુનિક બની ગયો છે. આજે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઇ ગયા છે, પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જેમને અંધશ્રદ્ધામાં જ વિશ્વાસ હોય છે અને અંધશ્રદ્ધામાં એવા ઘેલા થઇ જતા હોય છે કે તેમને બીજું કઈ દેખાતું નથી, ત્યારે હાલ એવો જ એક મામલો કચ્છમાંથી સામે આવ્યો છે, જ્યાં અંધશ્રદ્ધાએ એક માસુમ બાળકીનો ભોગ લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આવેલા ગાંધીધામમાં એરપોર્ટ ચોકડી અંબાજી ચાર રસ્તા પાસે રહેતી 11 વર્ષની બાળકી જીજ્ઞા રમેશભાઈ મોરવાડીયા 10 દિવસ પહેલા બીમાર પડતા તાવ અને કમળાની અસર હોવાનું માલુમ પડ્યું હતું. જેના બાદ તેના પરિવારજનો બાળકીને દવાખાને સારવાર કરાવવાના બદલે ભચાઉમાં કમળો ઉતારવા માટે લઇ ગયા હતા.

જ્યાં તેને કમળો ઉતારવાના નામ ઉપર શરીરે ડામ આપવામાં આવ્યા હતા અને તેના બાદ તેને ઘરે લઇ જવામાં આવી હતી. જેના થોડા દિવસ પછી જીજ્ઞાને દુઃખાવો ઉપડતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને પરિવારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે આ મામલાની જાણ સામખિયાળી પોલીસને કરી હતી. ત્યારે હવે આ મામલામાં બાળકીની મોત શરીર ઉપર ડામ દેવાના કારણે થયું છે કે પછી બીમારીના કારણે થયું છ તે જાણવા માટે પલોસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel