હું અહીંયા જઈ રહ્યો છું એવું કહીને ઘરેથી નીકળેલા કચ્છના ફેમસ વકીલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

નગરપાલિકા કોમ્પ્લેક્સમાં ઓફિસમાં એકદમ ગંદી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસે જોયું તો હોંશ ઉડી ગયા, જાણો વિગત

સમગ્ર દેશ સમેત ગુજરાતમાંથી પણ આ[ઘાટની ઘટનાઓ સતત સામે આવવા લાગી છે, ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે તો ઘણા લોકો માનસિક તાણમાં આવીને આપઘાત કરતા હોવાના કિસ્સઓ અવાર નવાર સોશિયલ મીડિયા અને સમાચારમાં સામે આવતા રહે છે ત્યારે હાલ એક તાજો જ મામલો અંજારમાંથી સામે આવ્યો છે.

જે અંગે મળી રહેલી માહિતી અનુસાર અંજાર બસ સ્ટેશન નજીકના નગરપાલિકા કોમ્પ્લેક્ષ 2માં ઓફીસ ધરાવતા અને આશાસ્પદ ધારાશસ્ત્રીએ પોતાની ઓફિસમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. તેઓ પોતાના ઘરેથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા હતા પરંતુ અગમ્ય કારણો સર તેમને પોતાની જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે મૂળ ખેડોઈના અને હાલે અંજારની ખેતરપાળ સોસાયટી-3માં રહેતા અને બસ સ્ટેશન નજીક નગરપાલિકા કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવતા 42 વર્ષીય વકીલ નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાએ અગમ્ય કારણો સર પોતાની ઓફિસમાં જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસ પહેલા રવિવારના રોજ તે ઘરેથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા હતા, જેના કારણે 2 દિવસ સુધી પરત ના આવતા પરિવારજનોએ પણ તેમની શોધખોળ કરી નહોતી.

જેના બાદ મંગળવારે સવારે તેમની ઓફીસમાંથી તીવ્ર વાસ આવતી હોવાથી આસપાસના ઓફીસ ધારકો દ્વારા પોલીસને બોલાવી તાપસ કરવામાં આવી હતી. જે બાદ ધારાશાસ્ત્રીએ પોતાની ઓફિસમાં જ ગળે ફાસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. ધારાશાત્રીને બે સંતાનો પણ છે જેમાં એક પુત્રી હાલ 11માં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે એક પુત્ર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

Niraj Patel