ભુજ ચર્ચિત હનીટ્રેપ કાંડ મામલે વધુ એક મહિલા આરોપીની ધરપકડ, આહિર યુવકને રેપના ખોટા કેસમાં ફસાવી મરવા કર્યો હતો મજબૂર

આહીર યુવાનને મારવા મજબુર કરનાર દિવ્યા સાથે ફરનારી રિદ્ધિ વડોદરાથી પકડાઈ, જાણો સમગ્ર મામલો

Kutch Honeytrap case : ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં તો કેટલાક આપઘાત પણ કરી લેતા હોય છે. ત્યારે હાલમાં ભુજમાંથી ચકચારી હનીટ્રેપ-આપઘાતનો કેસ સામે આવ્યો હતો, જેમાં માધાપરના દિલિપ આહિર સામે રેપની ખોટી ફરિયાદ થતા તેણે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે દિવ્યા બાદ હવે રિદ્ધિ પણ વડોદરાથી પકડાઈ ગઈ છે.

રિદ્ધિએ આ ગુનામાં દિવ્યાની મદદ કરી હોવાનો રોલ સામે આવ્યો છે. રિદ્ધિ સામે ફરિયાદ દાખલ થયા બાદ તે કોણ છે ? ક્યાની છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને રવિવારે LCBએ તેની ધરપકડ કરી હતી. બહુચર્ચિત અને ચકચારી હનીટ્રેપ મામલે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવનારી યુવતી દિવ્યાએ પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા બાદ એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે.

32 વર્ષીય વડોદરાના માંજલપુરની સ્નેહલ ઉર્ફે વિદ્ધી ઉર્ફે રિદ્ધિ વસાવાએ આરોપી દિવ્યાની મદદ કરી હતી. માધાપરના દિલીપ આહિરને હનીટ્રેપમાં ફસાવી ચાર કરોડની ખંડણી માંગી મરવા મજબુર કરાયો હતો.દિલીપ આહિરે તેના વિરૂદ્ધ રેપની ખોટી ફરિયાદ નોંધાયા બાદ 3 જૂના આપઘાત કર્યો હતો. આ આ કેસમાં નખત્રાણા પોલીસ મથકે કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાઇ હતી અને તે બાદ અમદાવાદની દિવ્યા અને અઝીઝની અટકાયત બાદ માસ્ટર માઈન્ડ મનીષાનો પાલારા જેલથી કબ્જો લેવામાં આવ્યો હતો.

ત્યારે હવે આ કેસમાં રિદ્ધિ નામની મહિલાની પણ ધરપકડ થઇ ચૂકી છે. હોસ્પિટલમાં દિવ્યાએ આપેલી કબુલાત મુજબ રિદ્ધિ પણ મનીષાની સાગરીત છે અને તે મનીષાના ઇશારે કામ કરે છે. એલસીબીએ રીદ્ધીને વડોદરાથી ઝડપી હતી અને અત્યાર સુધી એલસીબીએ આઠ આરોપીઓની અટકાયત કરી છે, જયારે અંજારના વકીલ આકાશ મકવાણા, કોમલ જેઠવા, મનીષાના પતિ ગજ્જુ ગોસ્વામી તેમજ દિવ્યાનો અમદાવાદનો મિત્ર અજય અને મનીષા સાથે પરિચય કરાવી આપનાર વડોદરાનો આખલાક પઠાણ હજુ ફરાર છે.

Shah Jina