કચ્છ : દુકાનમાંથી મળ્યો 80 વર્ષના વૃદ્ધાનો મૃતદેહ, પ્રેમી-પ્રેમિકાએ ઘરેથી ભાગવાનો પ્લાન સફળ બનાવવા કરી નિર્દોષની હત્યા

કચ્છમાં ઘરેથી ભાગવાનો પ્લાન સફળ બનાવવા પ્રેમી-પ્રેમિકાએ 80 વર્ષના નિર્દોષ વૃદ્ધાની હત્યા કરી, ચોંકાવનારું છે કારણ

ગુજરાતમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધાના ભેદી રીતે ગુમ થવા મામલે તેમનો મૃતદેહ મળ્યો હતો અને તે પછી પોલિસે આ મામલે બે હત્યારાઓને ઝડપી લીધા છે. મહિલાની ઠંડા કલેજે હત્યા કરી નાખનાર એખ યુવક અને યુવતિ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં રહેતા જેઠીબેન શુક્રવારે અચાનક ગુમ થઇ ગયા હતા અને તે બાદ પડોશમાં રહેતા ધરમસી સતરાએ આ મામલે પોલીસને જાણ કરી હતી. તે બાદ પોલિસે કંઇ અજુગતુ થયુ હોવાની દિશામાં તપાસ હાથ ધરી ત્યારે વૃદ્ધાના ઘર નજીકના CCTVમાં શંકાસ્પદ ગતીવીધી જોવા મળી.

ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા શનિવારે 80 વર્ષીય વૃધ્ધાની લાશ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાં મળી આવી. લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા યુવક-યુવતીને ઝડપી પાડ્યા. ભચાઉના વોંધડા ગામના આરોપીઓ કૌટુંબીક સંબધી થાય છે અને તેમણે વૃદ્ધાની હત્યા કર્યાની કબુલાત પણ કરી છે. તપાસમાં હત્યાના કારણમાં સામે આવ્યુ કે રાજુ ગણેશ છાંગા અને રાધીકા વેરશી છાંગા કૌટુબીંક સગા થાય છે.

પણ બંને એકબીજાના પ્રેમમાં હોવાથી ભાગી જાય તો પરિવાર શોધી લે. એટલે બંનેએ સાથે મળી યુવતી મરી જાય એવું સાબિત કરવા પ્લાન કર્યો અને ભચાઉના માંડવી વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેનની હત્યા કરી અને પછી લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પરંતુ જે દુકાનમાં લાશ રાખી હતી ત્યાંની પોલીસને ખબર પડી જતા પ્લાન ફેલ થઇ ગયો અને પોલીસે બંનેની ધરપકડ કરી લીધી.

Shah Jina