પૈસા અને શૌહરત કમાવવી, એશ-ઓ-આરામનું જીવન જીવવું લગભગ દરેકનું સપનું હોય છે. માણસની ઇચ્છા હોય છે તે તેનો પરિવાર, મિત્રો બધા આસપાસ હોય અને તે સુખીથી જીવન જીવે. જેની પાસે આ બધુ હોય છે તેને કિસ્મતવાળા પણ કહેવાય છે. જ્યારે બધું હોવા છત્તાં પણ કોઇ માણસ સંસારના તમામ સુખોનો ત્યાગ કરવા તૈયાર થઇ જાય તો ?
ગુજરાતના એક પરિવારે આવું જ કંઇક કર્યુ. ગુજરાતના ભુજમાં જૈન પરિવારના ચાર લોકોએ દીક્ષા લઇ સંયમનો માર્ગ પકડ્યો છે. પરિવારે પોતાની કરોડોની સંપત્તિ દાનમાં આપી સંયમનો માર્ગ અપનાવ્યો. જણાવી દઈએ કે આ પહેલા પણ ગુજરાતમાં અનેક લોકોએ સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ અજરામર સંપ્રદાયના છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડના ચોવીસી જૈન સમાજના એક પરિવારના બધા સભ્યો જૈન સમુદાયના ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરનાર પહેલા હતા. કપડાના જથ્થાબંધ વેપારી પરિવાર કરોડોની સંપત્તિ દાનમાં આપી સંયમના માર્ગે આગળ વધ્યો છે. ભુજની પૂર્વી બેન મહેતાએ તેમના સંપ્રદાયના ગુરુ મૈયાના આશીર્વાદથી દીક્ષા લેવાનું નક્કી કર્યું.
તેમનું તપસ્વી જીવન જોઈને ઘરના અન્ય સભ્યો પ્રભાવિત થયા. તેમના પતિ પિયુષ મહેતા તેમજ દંપતી સાથે 11માં અને 12માં કોમર્સમાં ભણી રહેલા દીકરી મેઘકુમાર અને ભત્રીજા કૃષે પણ સંન્યાસના રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો. જૈન સમાજની ભાગવતી દીક્ષા ઘણી જ કઠિન માનવામાં આવે છે.
જેમાં પાંચ મહાવ્રતોનું પાલન, બ્રહ્મચર્ય, આચૌર્ય અને પગપાળા યાત્રા કરવી હોય છે. એટલા માટે તપસ્વીઓએ આખી જીંદગી કઠોર તપશ્ચર્યાના માર્ગ પર ચાલવું પડે છે, કોઈપણ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના અને પૈસા વિના. તપસ્યાના આ માર્ગને અનુસરતા પહેલા, તપસ્વીઓએ તેમની સંપૂર્ણ સંપત્તિ દાનમાં આપવાની હોય છે.
દીક્ષાર્થી પિયુષ ભાઈ ભુજમાં જ કપડાનો જથ્થાબંધ વ્યવસાય ચલાવતા હતા. વાર્ષિક અંદાજે એક કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવતા પીયૂષ ભાઈ અને તેમના પરિવારે પોતાની કરોડોની સંપત્તિનો ત્યાગ કરી સાંસારિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો.