ફિલ્મી દુનિયા

37 વર્ષની ઉંમરે TV ના આ ફેમસ હીરોએ કરી આત્મહત્યા, ઘરમાં લટકતો મળ્યો મૃતદેહ, વાંચો અહેવાલ

ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનાર કુશાલ પંજાબીના ફેન્સને લઈને એક ખરાબ કબર આવી છે. ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવ્યું છે. ગત રાતે તેના ઘરેથી કુશલનો મૃતદેહ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કુશલ પંજાબીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજુ બહાર આવ્યું નથી. કુશલ પંજાબીનો મૃતદેહ તેના પાલી હિલ સ્થિત તેના ઘરેથી લટકાયેલી હાલતમાં મળ્યો હતો. પોલીસને તેના ઘરમાંથી તપાસ કરતા એક સુસાઇડ નોટ પણ મળી છે. પોલીસ હાલ તો અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે. કુશલના અચાનક મોતથી તેના ફેન્સ અને ટીવી દુનિયામાં શોક છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલના નિધનની ખબર જાણીતા એક્ટર કરણવીર બોહરાએ તેના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કુશલ પંજાબીના નિધનથી હજુ હું હેરાન છું હું માની નથી શકતો કે કુશલ આ દુનિયામાં હવે નથી.

 

View this post on Instagram

 

A post shared by Karan Patel (@karan9198) on

કુશલના ખાસ મિત્ર ચેતન હંસરાજે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુશલે આત્મહત્યા કરી છે. કુશલ અને તેની પત્ની અલગ થવાના હતા તો સાથે જ કુશલ છેલ્લા થોડા સમયથી બીમાર હતો. પરંતુ કુશલ આ પગલું ભરશે તેવું ક્યારે પણ વિચાર્યું ના હતું. થોડા દિવસ પહેલા જ મારી કુશલ સાથે વાતચીત થઇ હતી તે દરમિયાન મેં તેને સમજાવ્યો હતો કે, જીવનમાં મુશ્કેલી તો આવે છે તેણીઓ સામે હારવાની બદલે લડવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

જણાવી દઈએ કે, કુશલ અને ચેતન છછેલ્લા 20 વર્ષથી ઓળખતા હતા. ચેતને કહ્યું હતું કે, કુશલ હંમેશા દરેક પરિસ્થતિનો સામનો કરી સકારાત્મક વિચારી ખુશ રહેતો હતો. કુશલ મારા માટે ભાઈ જેવો હતો. હાલ તો કુશલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યો છે. તેના અંતિમ સંસ્કાર આજે સાંજે અથવા કાલે કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કુશલને તેની પત્ની સાથે મતભેદો ચાલતા હોય બંને છુટા પડી ગયા હતા. કુશલની પત્ની તેના દીકરા કિઆનને લઈને શાંઘાઈ જતી રહી હતી. કુશલ અને તેની પત્નીએ લગ્ન બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તે પ્રયાસ નિષ્ફ્ળ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

જણાવી દઈએ કે, કુશલ પંજાબીએ ટેલિવિઝનની સાથે-સાથે બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં નજરે આવ્યો હતો.કુશલે તેના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.