ફિલ્મી દુનિયા

કુશલ પંજાબીના અંતિમ વિદાઈ આપવા માટે TV અને બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા, કુશલની પત્ની મોઢું છુપાવતી આવી નજરે

ટીવીના જાણીતા એક્ટર કુશલ પંજાબીએ ગુરુવારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું. કુશલ પંજાબીના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યા હતા. કુશલને અંતિમ વિદાઈ આપવા ટીવી અને ફિલ્મથી જોડાયેલી હસ્તીઓ ઉમટી પડી હતી. કુશલના નજીકના દોસ્તો કરણવીર બોહરા અને ચેતન હંસરાજ પણ પહોંચ્યા હતા. કરણવિરે જ કુશલ પંજાબીના મોતને લઈને સોશિયલ મીડિયામાં જાણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by cristina ruiz alva (@cristinaruizalva) on

કુશલને અંતિમ વિદાઈ આપવા એક્ટર એન ટીવી હોસ્ટ અર્જુન બિજલાની, સુશાંત સિંહ, બ્ઝતિયાર ઈરાની તેની પત્ની તનાઝ અને બહેન ડેલનાઝ સાથે પહોંચ્યો હતો. આ સિવાય એક્ટર એઝાઝ ખાન, એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી અને ડાયરેક્ટર-સ્ક્રીન રાઇટર કેન ઘોષ સહીત ટીવી ઇન્ડસ્ટ્રીઝના ઘણા સેલેબ્સ અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા હતા.

કરણની અંતિમ વિદાઈ આપવા માટે એક્ટ્રેસ કુબ્રા સૈતના ચહેરા પર દુઃખ જોવા મળ્યું હતું.

કરણવોરાએ કુશલની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, તારા જવાની ખબરથી હું હેરાન છું. હું યકીન નથી કરી શકતો. મને ખબર છે કે તું એક સારી જગ્યા પર છો. તે મને હંમેશા જીવવા માટે પ્રેરિત કરી છે.

મશહૂર ટીવી એક્ટર ચેત્તન હંસરાજ પણ તેના દોસ્ત કુશલના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો હતો.

એક્ટર નંદીશ સંધુ પણ કુશલને શ્રદ્ધાંજલિ આપવા તેના અંતિમ સંસ્કાર આપવા પહોંચ્યો હતો.

સાવધાન ઇન્ડિયા ફેમ સુશાંત સિંહ પણ કુશલ અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો હતો.

કહાં હમ કહાં તુમ ફેમ એક્ટર કરણ વી ગ્રોવર પણ કુશલના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો.

મધુબાલા ફેમ એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી પણ કુશલના અંતિમ સંસ્કારમાં નજરે ચડી હતી.

કુશલ પંજાબીના પ્રેયર મીટમાં તેની પત્ની ઔદ્રે ડોલન પણ તેના પરિવાર સાથે પહોંચી હતી. તે મીડિયા સામે તેનો ચહેરો સફેદ દુપટાથી ઢાંક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

જણાવી દઈએ કે, કુશલ પંજાબીએ તેની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેના મોત મામલે કોઈ જવાબદાર નથી. તેની સંપત્તિનો 50 ટકા ભાઈ તેના પપ્પા-મમ્મી ને બહેન અને 50 ટકા ભાગ તેના દીકરાનો આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેની પત્નીના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by India Forums (@indiaforums) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.