ખબર મનોરંજન

ગૌહર ખાન સાથે ફ્લાઈટમાં ભટકાઈ ગયો એક્સ બોયફ્રેન્ડ કુશાલ ટંડન, એક્ટર બોલ્યો હાય કિસ્મત

હમણાં જ પરણેલી ગૌહર ખાન સાથે ફ્લાઈટમાં ભટકાઈ ગયો EX બોયફ્રેન્ડ કુશાલ ટંડન, પછી જે થયું તે…જુઓ

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ગૌહર ખાનએ હાલમાં જ ઇસ્માઇલ દરબારના દિકરા જૈદ દરબાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ગૌહર અને જૈદના લગ્નની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. લગ્ન બાદ તુરંત જ ગૌહર ખાન કામ પર પરત ફરતી નજરે આવી હતી. ગૌહર ખાન એરપોર્ટ પર પણ નજરે આવી છે તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હેરાનની વાત એ છે કે, ગૌહર ખાનને ફ્લાઈટમાં એક્સબોય ફ્રેન્ડ કુશાલ ટંડન મળી ગયો હતો. જે લગ્નની શુભેચ્છા આપતો નજરે ચડયો હતો.

ગૌહર ખાન અને કુશાલ ટંડનનો આ વિડીયો વુમપલાએ તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. આ વીડિયોમાં કુશાલ ટંડનકહે છે કે, હું મારા ઘરે જઈ રહ્યો હતો અને ગૌહર માટે ઘણો ખુશ છું. તે ઘણી સુંદર લાગી રહી છે. કુશાલએ વીડિયોમાં ગૌહરને પણ દેખાડી હતી અને કહ્યું હતું કે, કદાચ મારે મળીને જ તને લગ્નની શુભેચ્છા પાઠવવી હતી. તેથી તને લગ્નની શુભેચ્છા. વીડિયોના અંતમાં કુશાલ કહે છે, હાય કિસ્મત…

 

View this post on Instagram

 

A post shared by Laam (@laamofficial)

ગૌહર ખાન અને કુશાલ ટંડનના આ વિડીયો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ગૌહર ખાન અને કુશાલ ટંડન બિગબોસ-7માં એક સાથે નજરે આવ્યા હતા. બિગ બોસ 7 દરમિયાન ગૌહર ખાન અને કુશાલએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને સાથે એક ગીતમાં પણ જોવા મળ્યા હતા.

ગૌહર ખાન અને જૈદના લગ્નની વાત કરવામાં આવે તો બંનેએ 25 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્નની રસમો 22 ડિસેમ્બરથી જ શરૂ થઇ હતી. કોરોનાને કારણે ગૌહર અને જૈદના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by CelebMantra (@celebmantraofficial)