રસ્તા પર મોતનું તાંડવ ! બેકાબૂ બસે અનેક લોકોને કચડ્યા, 7 લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 50થી વધુ ઘાયલ; હિંમત હોય તો જુઓ તસવીરો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ મુંબઇના કુર્લા વિસ્તારમાંથી ભયાનક અકસ્માતની ખબર સામે આવી. સોમવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો. BESTની બસ નંબર 332 કાબૂ બહાર થઇ ગઇ અને એક સોસાયટીની દિવાલ તોડીને અટકી, જેમાં અનેક વાહનો અને અનેક લોકો કચડાયા.

આ દુર્ઘટનામાં 6-7 લોકોના મોત થયા હોવાનું જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો લેટેસ્ટ અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. બેકાબૂ બસે અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.

મળતી માહિતી મુજબ, બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી ત્યારે આંબેડકર નગરની બુદ્ધ કોલોની પાસે બસ બેકાબૂ થઈ ગઈ અને અનેક લોકોને કચડી નાખ્યા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ. જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં લગભગ 60 મુસાફરો હતા. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક MSF (મહારાષ્ટ્ર સુરક્ષા દળ)નો જવાન પણ ઘાયલ થયો હોવાની ખબર છે.

ડ્રાઈવરે જણાવ્યું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, આથી આ ઘટના બની. બસ ડ્રાઈવરની ઓળખ 43 વર્ષીય સંજય મોરે તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જો કે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ડ્રાઈવર નશામાં હતો.

Shah Jina