ખબર

ઈરફાન ખાન, રિશી કપૂર પછી હવે આ હસ્તીનું થયું નિધન, 2020 બહુ ખરાબ નીકળ્યું…ૐ શાંતિ

ગુજરાતી સાહિત્યની વાત નીકળે એટલે કુન્દનિકા કાપડિયાની નામ હોઠે આવી જ ચઢે અને તેમની લખાયેલી નવલકથા “સાત પગલાં આકાશમાં” સાહિત્ય રસિકો માટે તેમને આપેલી એક ઉત્કૃષ્ઠ ભેટ છે, આ ઉપરાંત પણ તેમને ઘણા પ્રકારનું સાહિત્ય લખીને ગુજરાતી સાહિત્યમાં એક આગવું નામ ધારણ કર્યું હતું, પરંતુ આજ રોજ તેમનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે.

Image Source

કુન્દનિકા કાપડિયાએ સ્ત્રીના ઉત્કર્ષ માટેના લાખનો લખ્યા છે, કૃતિઓ લખી છે સાથે સાથે આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે પણ સતત કર્યો કરતા રહ્યા છે. ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામના આશ્રમમાં રહેતા હતા. કુન્દનિકા કાપડિયાની “સાત પગલાં આકાશમાં’ નવલકથાને સહૈટી અકાદમી તરફથી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તેમની આ કૃતિ ઉપર વિદ્યાર્થીઓએ પીએચડી પણ કર્યું છે.

Image Source

કુન્દનિકા કાપડિયાના નિધનથી સાહિત્ય જગતમાં પણ શોક વ્યાપી ગયો છે, બે દિવસમાં આપણા દેશમાં બે મહાન અભિનેતા ઇરફાન ખાન અને રિશી કપૂર સાથે મહાન લેખિકા કુન્દનિકા કાપડિયાના નિધનથી પણ ઘેરો શોક જન્મ્યો છે.

૩૦ એપ્રિલની મોડી રાત્રે કુંદનિકાબહેન કાપડીયાનું વલસાડ ખાતે આવેલ નંદિગ્રામમાં અવસાન થયું એ સમાચાર ગુજરાતી સાહિત્યજગત માટે શોકપૂર્ણ છે. પીઢ ગુજરાતી લેખિકા કુંદનિકાબેનનું ૯૩ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ‘સાત પગલાં આકાશમાં’ નવલકથાથી કુંદનિકા કાપડિયાની ખ્યાતિ ગુજરાતના દરેક વાંચનરસિક સુધી પ્રસરેલી છે.

મકરંદ દવેના જીવનસંગીની:
આજે મકરંદ દવે તો હયાત નથી પણ લોકો તેનાં સાહિત્યના, તેની કવિતાઓનાં વખાણ કરતા થાકે તેમ નથી. સિદ્ધહસ્ત અને ઉત્તમ દરજ્જાના સાહિત્યકાર તરીકે મકરંદ દવેની ખ્યાતિ હતી. ‘સાંઈ ફકીર’ જેવી તેની જીવનશૈલી હતી. કુંદનિકા કાપડિયાની એક ઓળખ મકરંદ દવેનાં પત્ની તરીકે પણ આપી શકાય. વલસાડ નજીકમાં આ દંપતિએ ‘નંદિગ્રામ’ આશ્રમ બનાવેલો.

કુંદનિકા કાપડિયા યાદ રહેશે આ વાતોથી:
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયાની બેલડીએ ગુજરાતી સાહિત્યજગતને ઘણું આપ્યું છે. બંને ઉચ્ચ દરજ્જાની લેખનશૈલીના ધણી હતા. કુંદનિકા કાપડિયાની સૌથી વધારે ઓળખાણ તો એમની સ્ત્રીજીવનની વાસ્તવિકતાને રજૂ કરતી દીર્ઘનવલકથા ‘સાત પગલાં આકાશમાં’થી ઘરઘરમાં છે. આ ઉપરાંત પણ તેમનું યોગદાન ઘણુંબધું છે.

‘પરોઢ થતાં પહેલાં’ અને ‘અગનપિપાસા’ જેવી અન્ય બે નવલકથાઓ પણ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત, ‘પ્રેમનાં આંસુ’, ‘વધુને વધુ સુંદર’, ‘કાગળની હોડી’ અને ‘જવા દઈશું તમને’ – એમના વાર્તાસંગ્રહો છે. અનુવાદક્ષેત્રે પણ તેમની સારી એવી હથોટી હતી. ‘પરમ સમીપે’ નામનું પ્રાર્થનાઓના સંગ્રહનું તેમનું પુસ્તક તો વધારે પડતી ખ્યાતિ પામીને બેસ્ટ સેલર બન્યું છે. ઘણાં ગુજરાતી ઘરોમાં ‘પરમ સમીપે’માંથી પ્રાર્થનાઓ ગવાય છે. કુંદનિકાબેનને ૧૯૮૫નો સાહિત્ય અકાદમી પુરસ્કાર(દિલ્હી) મળેલો છે.

Image Source

આવો રહ્યો તેમનો જીવનપંથ:
કુંદનિકા નરોત્તમદાસ કાપડિયાનો જન્મ એક વેપારી પરિવારમાં, સુરેન્દ્રનગરના લીંબડીમાં થયો હતો. ૧૯૨૭નો એ ગાળો હતો. ત્યારે સ્ત્રીશિક્ષણનું મહત્ત્વ નહોતું. તો પણ કુંદનિકાને તેમના પરિવારે ભણાવ્યાં. ગોધરામાં શિક્ષણ લીધું. એ પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર સાથે બી.એ. કર્યું. બાદમાં મુંબઈમાં અનુસ્નાતક થયાં.

આ સમય દરમિયાન એમણે સાહિત્યસર્જન શરૂ કરી દીધેલું. ‘નવનીત’ અને ‘યાત્રિક’ સામયિકોમાં તેમણે સંપાદનનું કાર્ય પણ કર્યું. તેમનું સર્જન આધુનિક સમાજમાં સ્ત્રીને વધારે સ્પર્શે છે. જીવનનાં વિવિધ પાસાંઓને તેમણે પોતાની કલમમાં વણી લીધાં.

ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે!

Author: GujjuRocks Team