જ્યોતિષ શાસ્ત્ર

વિક્રમ સંવત 2078નું કુંભ રાશિના લોકોનું આખા વર્ષનું ભવિષ્યફળ, જાણો કેવું રહેશે તમારું આ નૂતન વર્ષ, પારિવારિક જીવનમાં થશે નવી ખુશીનો સંચાર

  • કુંભ રાશિ
  • લકી નંબર:- 6, 8, 9
  • દિવસ:- શનિવાર, મંગળવાર, શુક્રવાર
  • લકી કલર:- સફેદ, લાલ, ભૂરો

કુંભ રાશિના લોકોનો સ્વભાવ:-
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેઓ સ્વભાવમાં ખૂબ ગંભીર સંવેદનશીલ અને મિલનસાર હોય છે. પણ વ્યક્તિ સાથે પોતાની વાત શેર કરવામાં તેમને થોડો ટાઈમ જોઈએ છે. પોતાની મહેનતથી જીવનમાં સફળતા મેળવવામાં ખૂબ જ ઉત્સુક હોય છે. પોતાની ઇચ્છાને બીજાના ઉપર લાદવી તેઓ તેમનો સ્વભાવ નથી હોતો. તેઓ હંમેશા પોતાની સ્વતંત્ર લાઇફ જીવે છે.

કુંભ રાશિવાળા લોકો ની આર્થિક સ્થિતિ:-
કુંભ રાશિના જાતકો માટે આર્થિક રીતે આ સમય મધ્યમ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વર્ષની શરૂઆતમાં તમારે પોતાનો આર્થિક પક્ષ મજબૂત કરવા માટે વધારે પ્રયત્ન કરવાના રહેશે. પરંતુ વર્ષના મધ્યમાં તમારી આર્થિક સ્થિતિ સારી બનાવાની સંભાવના છે. ઘણા બધા સ્ત્રોતોથી ધનનો લાભ થશે. આ વર્ષે તમારામાં બચત કરવાનો અને ધન સંચય કરવાની પ્રવૃત્તિનો વિકાસ થશે. તમે ખૂબ જ સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો પરંતુ તેની માટે યોગ્ય સલાહ લેવી.

દરેક કાર્યને ખૂબ વિચારી સમજીને કરે છે. તેમને પ્રેમમાં દેખાડો કરવો જરા પણ પસંદ નથી. તે જેને પ્રેમ કરે છે તેમના પ્રત્યે ખૂબ જ ઈમોશનલ રહે છે. જીવનસાથીને દરેક સારા અને ખરાબ સમયમાં સાથ આપે છે. તે પોતાના થી પણ વધારે પોતાના પાર્ટનર પર વિશ્વાસ રાખે છે. અને તેમને હંમેશા ખુશ રાખે છે.

નોકરી-વ્યવસાય:
કામ માટે યાત્રાના યોગ બની રહેશે. આ વર્ષ નોકરી અને વ્યવસાય માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે. આ વર્ષે નોકરી કરતા લોકો માટે ખૂબ સારા પરિણામની પ્રાપ્તિ થશે. તેમને પરિવર્તન અને સફળતા પણ મળશે. જે લોકો બિઝનેસ કરે છે તેનો કોઇ પણ ઉન્નતી નિશ્ચિત છે. જે લોકો નોકરીમાં પરિવર્તન ઇચ્છે છે. જે લોકો બેરોજગાર છે અને નોકરી શોધી રહ્યા છે. તે માટે પણ આ સમય ખૂબ જ શ્રેષ્ઠ છે. તમારી માટે ખુશખબરીના યોગ બની રહ્યા છે. જે જાતક વિદેશમાં જઈને નોકરી કરવા માટે પ્રયાસ કરે છે. નોકરીમાં નવી તકો બની રહી છે. કાર્યક્ષેત્રમાં પગાર વધારવા ના શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી પણ આપવામાં આવશે જે તમને એકદમ નવી ઉંચાઈઓ પર લઈ જશે. તેમની માટે કામયાબી નિશ્ચિત છે. પાર્ટનરશીપમાં પણ જો તમે કાર્ય કરવાનો વિચાર કરો છો. ખૂબ જ વિચારીને પગલું ભરવું. તમારા કરિયર માટે આ ખૂબ જ શ્રેષ્ઠ સમય સાબિત થવાનો છે.

કુંભ રાશિના લોકોનો પ્રેમ- વિવાહ:-
વૈવાહિક લોકો માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અને તમારા સંબંધમાં એક નવી ઉષ્મા આવશે. પરિવારના લોકોના આશીર્વાદ મળશે. પાર્ટનરનો ઈમોશનલ પ્રોફેશનલ સપોર્ટ મળશે. જે લોકોના લાઇફમાં કોઈ વ્યક્તિ નથી તે લોકોને પણ પોતાનો પ્રેમ આ વર્ષે મળી શકે છે. જે લોકો પોતાના પ્રેમ સંબંધને લગ્ન જીવનમાં પરિવર્તિત કરવા માંગે છે. તેમની માટે આ ખુબ જ સરસ સમય છે. આ વર્ષે તમે બંને એકબીજામાં ખૂબ જ વિશ્વાસ રાખશો. પોતાની બધી જ વાતો એકબીજા સાથે શેર કરશો. તમારી માટે ખૂબ જ અનુકૂળ સમય છે પ્રેમ સંબંધોને ગતિ આપવા માટે.

કુંભ રાશિવાળા લોકો નો પારિવારિક જીવન:-
આ સમયે પરિવારને જોડવા માટે નવા સંબંધોને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ શ્રેષ્ઠ છે. આ વર્ષે પરિવારને તમે સમય આપવામાં સફળ રહેશો. આ વર્ષ તમારા પરિવાર માટે એકતા અને ખુશી લાવશે. નવી ઉર્જાનો સંચાર કરશે ખુશીઓ આપશે. જુના મતભેદોને ભૂલી ને નવા સંબંધો પરિવારના સભ્યો ખૂબ જવાબદારીથી એકબીજા સાથે નિભાવશે. પરિવાર ની બધી જવાબદારી ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરશે. આ વર્ષે પરિવાર સાથે તમે ધાર્મિક યાત્રાએ જઈ શકો છો.

કુંભ રાશિના વિદ્યાર્થી જાતકોનું શિક્ષણ-
વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ મહત્વનો છે.  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પોતાની મહેનત ખૂબ વધારી દે કેમકે શ્રેષ્ઠ પરિણામ મળવાનું છે.વિદ્યાર્થીઓ આ વર્ષે શિક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરશે. શિક્ષણના ક્ષેત્રમાં એક નવું સપનું પૂરું કરશે. રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને નવી ઉપલબ્ધિઓ અને યોગ્યતા મળશે. વિદ્યાર્થીઓને આગળ વધવા માટેના ખૂબ જ નવા રસ્તા મળશે.

કુંભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-
કુંભ રાશિના લોકો માટે આ વર્ષે સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. તમે તાજગીનો અનુભવ કરશો પરંતુ ઋતુ પરિવર્તનથી ધ્યાન રાખવું. સ્વાસ્થ્યની સંભાળ લેવી.આ સમયે બહારનું ખાવા-પીવાનું ટાળવું. પોતાની સ્વસ્થતા જાળવવા માટે વ્યાયામ યોગ અને ધ્યાન ને નિયમિત દિનચર્યા માં ઉમેરો. સ્વાસ્થ્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે.