ખબર

લોકડાઉન વચ્ચે શાહી અંદાજમાં થયા પૂર્વ મુખ્યમંત્રીના દીકરાના લગ્ન, કહ્યું કે- હું બધાને…

કોરોના વાયરસન મહામારીના કારણે દેશમાં લોકડાઉન છે. લોકડાઉનના કારણે કોઇ ઘરની બહાર પણ નીકળતા ત્યારે કર્ણાટકમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.

લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના દીકરાના શુક્રવારે બેગ્લોરમાં શાહી અંદાજમાં લગ્ન થયા હતા. બેંગ્લોરના રામનગરમાં શાહી અંદાજમાં લગ્ન થયા હતા. જ્યાં મીડિયાને પણ પાબંધી હતી.

Image source

 

શાહી લગ્નને લઈને ઘણા બધા સવાલ ઉભા થયા હતા. હાલ દેશભરમાં લોકોને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું કહેવામાં આવી રહ્યું છે તો વીવીઆઈપી ટ્રીટમેંન્ટ જોવા મળી હતી.લોકડાઉનના કારણે લગ્નમાં માત્ર 50 થી 60 નજીકના સગાઓ સામેલ થયા. આ પહેલા કુમારસ્વામીએ પોતાના નજીકના વ્યક્તિઓ અને સમર્થકો માટે એક સંદેશ બહાર પાડીને માફી માંગી હતી. તેમણે કહ્યું કે નિખિલ અને રેવતીના લગ્ન 17 એપ્રિલે ફિક્સ હતા. તમને બધાને એમા બોલાવવા ઈચ્છતો હતો. પરંતુ મહામારીના સમયમાં આ શક્ય નથી. આવામાં તમે લોકો લોકડાઉનનું પાલન કરીને ઘરેથીજ નવદંપતિને આશીર્વાદ આપજો.

Image source

કુમાર સ્વામીએ કહ્યું હતું કે, જ્યારે કોરોનાનું સંકટ દૂર થયા બાદ રિસેપ્શનમાં તમને બધાને બોલાવવામાં આવશે. અત્યારે અમે લોકડાઉનની ગાઈડલાઈન અને સંક્રમણથી બચવાનું ઉદાહરણ પુરુ પાડવાનું છે. મારું સૌભાગ્ય છે કે લગ્નની જગ્યા રામનગરનું ફાર્મહાઉસ ગ્રીન ઝોનમાં છે.

જણાવી દઈએ કે, કુમારસ્વામીનો પુત્ર નિખિલ એક્ટિંગની દુનિયામાંથી રાજનીતિમાં આવ્યો છે. તેણે ગત વર્ષ મંડ્યા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેની હાર થઈ હતી. હાલ તેના લગ્ન કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા એમ કૃષ્ણાપ્પાની પ્રપૌત્રી રેવતી સાથે થયા છે.

Image source

લગ્નમાં ભલે મીડિયાને આમંત્રણના હોય પરંતુ લગ્ન સ્થળ પર લગભગ 30થી 40 ગાડીઓનો જમાવડો જામ્યો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, પરિવાર તરફથી ઘણી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા હતા. ફક્ત એ જ ગાડીઓના કાર્યક્રમમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી.

જયારે કુમારસ્વામીને અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે , લગ્નને લઈને બધી જ પરમિશન હતી. આ સિવાય ડોક્ટર પાસેથી પણ બધી સલાહ લેવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.