ઇન્ડિયન આઇડલ 12ની કોન્ટ્રોવર્સી વચ્ચે પ્રખ્યાત ગાયક કુમાર શાનુનું સામે આવ્યું નિવેદન, જાણો શું કહ્યું આ શો વિશે ?

શોની કોન્ટ્રોવર્સી પર હવે કુમાર સાનુએ પણ આપી દીધું સૌથી મોટું નિવેદન,’જેટલી ગોશિપ….’ જાણો

ટીવી ઉપર રિયાલિટી શોને લઈને ઘણી બધી વાતો સામે આવે છે. હાલ ઇન્ડિયન આઇડલ સીઝન 12 ખુબ જ ચર્ચામાં છે. આ શો કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલો છે, ત્યારે ઘણા બધા લોકોએ આ શોને લઈને કેટલીક પોલ પણ ખોલી છે. હાલ 90ના દાયકાના પ્રખ્યાત બૉલીવુડ પ્લેબેક સિંગર કુમાર શાનુંએ પણ આ શોની પોલ ખોલી છે.

કુમાર શાનુએ કહ્યું છે કે ઇન્ડિયન આઇડલ જેવા સિંગિંગ રિયાલિટી શો પ્રતિભાઓને શોધવા માટે એક મંચ પ્રદાન કરે છે. જો કે તેમને એમ પણ જણાવ્યું કે યોગ્ય પ્રતિસ્પર્ધીને કામ આપવું સંગીતકારની જવાબદારી છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર કુમાર શાનુએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કેવી રીતે બદલાઈ ગઈ છે.

તેમને કહ્યું કે, “ઇન્ડિયન આઇડલ જેવા સિંગિંગ રિયાલિટી શોની ખુબ જ ચર્ચાઓ છે. પરંતુ શું તમને લાગે છે કે આ મંચ પ્રતિભાઓને શોધવામાં કોઈ ભૂમિકા નિભાવે છે ? તેમને આગળ કહ્યું કે, “જેટલી ગોશીપ થશે, એટલી જ ટીઆરપી વધશે. સમજી લો. આ કોઈ મોટી વાત નથી. પ્રતિભા એક રસ્તો શોધે છે અને આ શો પ્રતિભાને સામે લાવવામાં મદદ કરે છે.

કુમાર શાનુએ આગળ જણાવ્યું કે “પછી આગળ શું ? ઇન્ડિયન આઇડલ જ નહીં, દરેક શો આવી પ્રતિભાને સાર્વજનિક મંચ ઉપર લાવે છે. બની શકે છે કે તેમને ઇન્ડસ્ટ્રીમાં મોકો ના મળે. પરંતુ તેમને કેટલુંક કામ અને અને પૈસા મળવાના ચાન્સ જરૂર મળી જાય છે.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન કુમાર શાનુએ જણાવ્યું કે, “આવા ગાયકોને કામ ઓફર કરવાની જવાબદારી નિર્માતાઓ અને સંગીત નિર્દેશકોની છે. ઘણા એવા સિંગર છે જે પ્રતિભાશાળી હોય છે પરંતુ કોઈએ તેમને કામ આપવાની જરૂર છે. આ શો ટેલેન્ટને લાઇમલાઇટમાં લાવવાનું કામ કરે છે.  પરંતુ ઇન્ડસ્ટ્રીના લોકોને તેમને કામ ઓફર કરવાની જરૂર છે.”

તેમને એમ પણ જણાવ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી સંગીત પ્રત્યે ફિલ્મ નિર્માતાઓનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. સિંગર્સના ગાવાનો અંદાજ બદલાઈ ગયો છે. નિર્દેશક હવે ઈચ્છે કે અમે એક નિશ્ચિત રીતે ગાઈએ, જયારે પહેલા અમે ઇચ્છતા હતા કે અમે અમારા અંદાજમાં ગાઈએ.”

Niraj Patel