ખબર

રાનૂનો તો જમાનો આવ્યો, હિમેશ રેશમિયા પછી આ બોલીવુડના મોટા સિંગરની જબ્બર ઓફર

રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકેલી રાનુ મંડલ આજે એક જાણીતું નામ બની ગઈ છે. એક સમય હતો જ્યારે તેને કોઈ ઓળખતું પણ ન હતું. રાનુના મધુર અવાજથી પ્રભાવિત થઈને હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મ માટે ગીત ગાવાનો મૌકો આપ્યો હતો. રાનું હિમેશ માટે ઘણા ગીતો રેકોર્ડ કરી ચુકી છે. એવામાં  પોતાના પહેલા ગીત ‘તેરી મેરી કહાની’ હિટ થયા પછી રાનુને ઘણીં અન્ય ઓફર્સ પણ મળવા લાગી છે. એવામાં હવે ફેમસ ગાયક ‘કુમાર સાનુ’એ પણ રાનુ સાથે ગીત ગાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Image Source 

કુમાર સાનુંએ પોતાની દુર્ગા પૂજા અલ્બોમના લોન્ચ લિન્ચ ઇવેન્ટમાં રાનુ મંડલના ખુબ વખાણ કર્યા છે. કુમાર સાનુએ કહ્યું કે,”જે નવા ગાયકો આવે છે તેનાથી અમને ખુશી મળે છે. જો રાનુ સિંગિંગની દુનિયામાં આવું જ સારું કામ કરતી રહેશે તો તેને પોતાની સાચી ઓળખ અને કામિયાબી ચોક્કસ મળશે. જો કોઈ સારી ઓફર મળશે તો હું તેની સાથે ચોક્કસ ગીત ગાવા માંગીશ”.

Image Source

આ સિવાય કુમાર સાનુંએ એ પણ કહ્યું છે કે રાનુ હિમેશ રેશમિયાની સાથે ગીત રેકોર્ડ કરી ચુકી છે પણ હજી સુધી તેણે ગીતને સાંભળ્યું નથી. છતાં પણ તે રાનુ સાથે ગીત ગાવા માંગે છે.

Image Source

કુમાર સાનુંએ આગળ કહ્યું કે,”જોઈએ કે રાનુ આગળ કેવું પરફોર્મ કરે છે. ટેક્નોલોજીમાં આવેલા બદલાવે મ્યુઝિકની દુનિયાને પણ બદલી નાખી છે. હવે નોન-સિંગર્સ પણ એક સારા એવા સિંગર્સ બની ચુક્યા છે જેમ કે રાનુ મંડલ. જે બદલાવ સારા માટે હોય તેનું દિલથી સ્વાગત કરવું જોઈએ”.

Image Source

રાનુ મંડલનું હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’નુ ગીત ‘તેરી મેરી કહાની’ તાજેતરમાં જ રિલીઝ થયું છે. ગીતમાં હિમેશે પણ પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મમાં હિમેશ મુખ્ય કિરદારમાં છે અને પહેલી વાર તે ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks