ઈદનીયં આઇડલના સીઝન-11માં આવેલા તમામ સ્પર્ધકોના આવાજના કારણે ખાસો ચર્ચામાં આવ્યું છે, આ સીઝનમાં એકથી એક ચડિયાતા સિંગરો જોડાયા છે, તો નેહા અને આદિત્ય નારાયણની પ્રેમ કહાણી પણ આ શોમાં જ નહિ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

થોડા સમય પહેલા જ આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણ તેમની પત્ની સાથે આ શોમાં આવ્યા હતા અને બધાની સામે જ નેહાને પોતાના ઘરની વહુ બનાવવા માટેની જાહેરાત કરી હતી, તો નેહાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આ સંબંધ માટે હા કહ્યું હતું, ત્યારબાદ બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઇ હતી.

શરૂઆતમાં તો દર્શકોને એમ લાગ્યું કે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ હશે પરંતુ જેમ જેમ ચર્ચાઓ વધતી ગઈ તેમ તેમ આ હકીકત જ હોવાનું સામે આવ્યું અને આદિત્ય અને નેહા કક્ક્ડ 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડે ના દિવસે જ લગ્નના બંધનમાં બંધાવવાના છે.

ઇન્ડિયન આઇડલ સીઝન-11માં પ્રખ્યાત સિંગર કુમાર સાનુ પણ મહેમાન બનીને આવ્યા હતા ને તેમને પણ નેહાને એક સરપ્રાઈઝ આપી, કુમાર સાનૂએ આદિત્યના મોટાભાઈ તરીકેની ફરજ નિભાવતા નેહાને લગ્નની ચૂંદડી ભેટ આપી હતી અને સાથે હિમેશ રેશમિયા સાથે મળીને “ઓઢ લી ચુનરિયા” ગીત પણ ગાયું હતું. આ પ્રસંગે દર્શકો ખુશ ખુશાલ થઇ ગયા હતા અને નેહાના ચહેરા ઉપર પણ આછી શરમ પથરાઈ ગઈ હતી.

નેહા આને આદિત્યની સ્ટોરી પણ આ શોમાં મઝાની બની રહી છે, ક્યારેક આદિત્ય નેહાને પ્રપોઝ કરે છે, તો ક્યારેક તેના માટે ગીત પણ ગાય છે અને ઘણીવાર તેની સામે પ્રેમને અભિવ્યક્ત કરવા માટે ડાન્સ પણ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.