મનોરંજન

સંજય દત્તના બનેવી હોવા છતાં અચાનક થઇ ગયા હતા ગાયબ, હવે સંભાળી રહ્યો છે કરોડોનો બિઝનેસ

સંજ્જુ બાબાના બનેવી અચાનક જ બોલિવૂડમાંથી ગાયબ થઇ ગયેલા, જુઓ અત્યારે સામે આવી તસવીરો

80 ના દાયકામાં સ્ટાર કિડની એન્ટ્રી ફિલ્મોમાં થઈ જેની માસુમ અદાઓએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હતું કે પહેલી જ ફિલ્મથી આ ચોકલેટી બોય રાતોરાત સ્ટાર બની જશે અને બાકીના કલાકારોની સ્પર્ધામાં કાંટો સાબિત થશે.

Image source

આ એક્ટર કુમાર ગૌરવ હતા જે સ્વર્ગીય એક્ટર રાજેન્દ્રકુમારનો પુત્ર છે. કુમાર ગૌરવનું ડેબ્યુ કોઈ સપનાથી ઓછું ના હતું. તેમની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’ હતી જે જબરદસ્ત હિટ રહી હતી અને ગૌરવને તે જમાનાના હિટ એક્ટરની લાઈનમાં આવી ગયો હતો. પહેલી જ ફિલ્મથી, કુમાર ગૌરવને એવી સફળતા મળી કે યુવાનોએ પણ બાકીના સ્ટાર્સને છોડીને તેની ફેશનની કોપી કરવા લાગ્યા હતા.

Image source

કહેવામાં આવે છે કે, દરેક સમય હંમેશાં એક સરખો હોતો નથી. કુમાર ગૌરવનો સમય પણ બદલાયો અને તેની કારકિર્દી ધીરે ધીરે બદલાવવા લાગી હતી. બાદમાં એક દિવસ તે હંમેશ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગયો હતો.

Image source

આશ્ચર્યની વાત એ છે કે જેનો સ્ટારડમ એટલો હતો કે તે જ્યુબિલી કુમાર તરીકે ઓળખાતો હતો તેનો દીકરો અચાનક ખોવાઈ ગયો હતો. જયારે લોકોની આવી સ્થિતિ થાય ત્યારે ઘણીવારદારૂના નશામાં ડૂબી જાય છે અથવા ગુમનામના ડરથી હતાશામાં જાય છેપરંતુ કુમાર ગૌરવએ આવા વિચારોને પોતાના પર હાવી થવા દીધા ના હતા.

Image source

તેનો ખરાબ સમય ચાલી રહ્યો હતો પરંતુ પરંતુ તેણે નિરાશ થયા વગર પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. જો ફિલ્મો કામ ન કરે તો શું થયું? જો તેને ફિલ્મો ન મળી તો શું થયું? કુમાર ગૌરવ તેમના પિતાનું નામ આ રીતે ડૂબી જવા નહીં દેવાનો સંકલ્પ કર્યો હતો.

અલબત્ત, તે તેના પિતાની જેમ સુપરસ્ટાર બની શક્યો નહીં, પરંતુ કુમાર ગૌરવે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. આજે તે ખૂબ મોટો ઉદ્યોગપતિ છે. કદાચ લોકોને ખબર નહીં હોય કે કુમાર ગૌરવનો માલદીવમાં પ્રવાસનો ધંધો છે. આ સિવાય તે કન્સ્ટ્રક્શનનો ધંધો પણ કરી ચૂક્યો છે.

Image source

તેમનો ધંધો જેટ ઝડપે ચાલી રહ્યો છે. અને તેનું વાર્ષિક કરોડોનું ટર્નઓવર છે. કુમાર ગૌરવ આજે એટલી કમાણી કરી રહ્યો છે જેટલી તે તેની ફિલ્મી કરિયરમાં પણ કમાણી કરી શક્યો ન હોત. આજે કુમાર ગૌરવ તેની વ્યવસાયિક જીંદગીમાં ખુશ છે અને તેની પાસે ફિલ્મોથી દૂર રહેવાનો કોઈ વિકલ્પ નથી.

કુમાર ગૌરવ સંજય દત્તનો બનેવી પણ છે. કુમાર ગૌરવે સંજય દત્તની બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી સાચી પણ છે. સાચી કુમારે ફિલ્મ ‘પાકિજા’ ના ડિરેક્ટર કમલ અમરોહીના પૌત્ર બિલાલ સાથે લગ્ન કર્યા છે. સાચીના લગ્ન સમયે મામા સંજય દત્ત જેલમાં હતા.

Image source

જો ફિલ્મની વાત કરવામાં આવે તો એવું નથી કે કુમાર ગૌરવે હિટ ફિલ્મો આપી નથી અથવા તે કોઈની પસંદ નથી. એક સમય હતો જ્યારે સફળતા તેના કદને ચુંબન કરતી હતી અને ફિલ્મ ઉદ્યોગના લોકો પણ ઉગતા સૂર્યને સલામ કરતા હતા. પરંતુ એમ કહેવામાં આવે છે કે તેની એક ભૂલ તેની કારકીર્દિ ડુબાડી દીધી હતી.

Image source

કુમાર ગૌરવ તેની સફળતાથી એટલા નશામાં હતો કે તેણે નિર્ણય લીધો કે હવે તે કોઈ નવી હિરોઇન સાથે કામ કરશે નહીં અને માત્ર મોટી એક્ટ્રેસો સાથેની ફિલ્મો કરશે અને આ નિર્ણયની તેની કારકિર્દી પર ખોટી અસર પડી હતી. કુમાર ગૌરવે જે નવી એક્ટ્રેસો સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો તે જ નવી એક્ટ્રેસો હિટ બની ગઈ અને તેણે કુમાર ગૌરવ સાથેની ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો. પરિણામે, નિર્માતા-દિગ્દર્શકે પણ તેમને કામ આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આજે કુમાર ગૌરવ પાસે આ વિશે કોઈ કસર નથી અને તે ઉદ્યોગપતિ તરીકે ખુબ ખુશ છે.