લો બોલો… આ જગ્યાએ મળે છે 24 કેરેટ સોના વાળી કુલ્ફી, કિંમત એટલી છે કે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે, જુઓ વીડિયો

આ ભાઈ વેચે છે 24 કેરેટ સોના વાળી કુલ્ફી, લોકો પણ ખાવા માટે આવે છે દૂર દૂરથી, જુઓ કેટલી છે કિંમત ? વાયરલ થયો વીડિયો

24 carat gold kulfi : ઇન્ટરનેટ પર આજે ફૂડ (Food) ને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોમાં કેટલાક એવા અવનવા ફુડની વેરાઈટી જોવા મળતી હોય છે જેને જોઈને આપણા મોઢામાં પણ પાણી આવી જાય. તો ઘણા લોકો પરંપરાગત વાનગીઓને પણ કંઈક અવનવી રીતે વેંચતા હોય છે. જેના વીડિયો પણ લોકો ખુબ જ જોતા હોય છે.

ઉનાળો ચાલુ છે, ત્યારે ઠંડી વાનગીઓ ખાવાનું પણ લોકો ખુબ જ પસંદ કરે છે. ત્યારે હાલ  ઈન્દોરમાં એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ તાજેતરમાં ‘ગોલ્ડ કુલ્ફી’ ( gold kulfi) નામની નવી મીઠાઈનું વેચાણ શરૂ કર્યું છે, જેને નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે કેટલાક લોકો આ સ્વાદિષ્ટ મીઠાઈનો સ્વાદ લેવા માટે ઉત્સાહિત છે, તો અન્ય લોકોએ તેને પૈસાની બગાડ તરીકે ગણાવી છે.

ઘણા નેટીજન્સ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા. કેટલાક યુઝર્સે કહ્યું કે આ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો એક રસ્તો છે. આટલી ઊંચી કિંમતની કુલ્ફી ખાવાનો શો અર્થ છે. આ કુલ્ફી કેરી, પિસ્તા અને સિમ્પલ સહિત વિવિધ ફ્લેવરમાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક તાજેતરનો વીડિયો ક્લાસિક ડેઝર્ટનું એક અલગ વર્ઝન બતાવે છે:

 

View this post on Instagram

 

A post shared by KALASH SONI🎐 (@mammi_ka_dhaba)

તમે વીડિયોમાં જોઈ શકો છો કે, ફૂડ વ્લોગરે દુકાનદારને પૂછ્યું કે આ પિસ્તા આટલો મોંઘો કેમ છે, તો તેણે કહ્યું કે કુલ્ફીને સોનાના વરખથી લપેટી છે. આ કારણે તે આટલું મોંઘું છે. દુકાનદારે પણ તેના ગળામાં સોનાનો જાડો હાર પહેર્યો હતો, જ્યારે તેણે હાથમાં બ્રેસલેટ પહેરેલા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કુલ્ફીની કિંમત 351 રૂપિયા છે.

Niraj Patel